પરિપત્ર જાહેર કરાયો:જૂનાગઢ શહેરમાં મટન માર્કેટ બંધ રાખવા આદેશ કરાયો

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગર પાલિકા દ્વારા પરિપત્ર જાહેર કરાયો
  • શ્રાવણમાં આવતાં તહેવારોને ધ્યાને લઇ નિર્ણય લેવાયો

હાલ પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યોં છે.ત્યારે જ તહેવારો સમયે જૂનાગઢ શહેરમાં મટન માર્કેટ બંધ રાખવાનો આદેશ કરવામાં આવી રહ્યોં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની મળતી વિગત મુજબ, શ્રાવણમાસમાં તહેવારોને ધ્યાને લઇ જૂનાગઢ મહાનગર પાલિકા દ્રારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

અને મટન માર્કેટ બંધ રાખવા કહેવામાં આવ્યું છે. જે દિવસોની વાત કરીએ તો, 1 ઓગષ્ટ,8,11,15,19,22 અને 27 ઓગષ્ટના રોજ આ માર્કેટ બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.જેમાં ફિશ માર્કેટ,નોનવેજ લારીઓ અને ઈંડાની લારીઓનો પણ સમાવેશ થાય છે.આ હુકમ ગુજરાત પ્રોવિનિશયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ કલમ-466(1)(ડી)હેઠળ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...