તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાભાવી સંસ્થાએ મફત લગ્ન કરાવ્યા:જૂનાગઢની મુસ્લિમ અંધ દીકરીએ લક્ષ્મીનારાયણ મંદિરમાં નિકાહ પઢ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મુસ્લિમ અંધ દીકરીના કેશોદના અંધ યુવક સાથે મુસ્લિમ ધર્મની તમામ વિધિ સાથે નિકાહ કરાવી આપવામાં આવ્યા છે. - Divya Bhaskar
મુસ્લિમ અંધ દીકરીના કેશોદના અંધ યુવક સાથે મુસ્લિમ ધર્મની તમામ વિધિ સાથે નિકાહ કરાવી આપવામાં આવ્યા છે.
 • સત્યમ સેવા યુવક મંડળે 36 વર્ષમાં 1800 દીકરીનાં લગ્ન કરાવી આપ્યાં, હિન્દુ દીકરીનાં પણ લગ્ન કરાવી આપ્યાં, કરિયાવરમાં 81 વસ્તુ આપી

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ દીકરીના લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. આ અંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજાએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થાએ છેલ્લાં 36 વર્ષમાં 1,800 દીકરીઓના ફ્રિમાં લગ્ન કરાવી આપ્યાં છે. આમાં હિન્દુ,મુસ્લિમ જ્ઞાતિની દીકરીઓનો સમાવેશ થાય છે. દરમિયાન શહેરના મયારામ આશ્રમ ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરની સામેના હોલમાં મુસ્લિમ અંધ દીકરીના કેશોદના અંધ યુવક સાથે મુસ્લિમ ધર્મની તમામ વિધિ સાથે નિકાહ કરાવી આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત એક હિન્દુ લુહાર જ્ઞાતિની દીકરીના લગ્ન સત્યમ સેવા યુવક મંડળના હોલમાં કરાવી આપવામાં આવ્યા છે. ફ્રીમાં લગ્ન કરાવી આપવા ઉપરાંત દાતાઓના સહયોગથી 81 જેટલી ઘરવપરાશની ચીજવસ્તુનો કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. આ તકે સેશન્સ જ્જ રિઝવાનાબેન બુખારી, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, રમેશભાઇ શેઠ, પી.ડી. ગઢવી, બટુકબાપુ સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઇ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઇ પંડયા તેમજ સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો