તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાનો મામલો:હત્યાનું કાવતરું ભવનાથમાં ઘડાયું હતું, વધુ 5 કાવતરાખોર ઝડપાયા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ધર્મેશભાઈ પરમારની તસવીર - Divya Bhaskar
મૃતક ધર્મેશભાઈ પરમારની તસવીર

જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યામાં પોલીસે વધુ 5 કાવતરાખોરને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસે કાવતરાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યું છે. 2 જૂન 2021ના દાતાર મંજીલ, જ્જ કોલોની પાસે ધર્મેશ પરમારની દિન દહાડે તીક્ષણ હથિયારના અસંખ્ય ઘા મારી હત્યા કરી દેવાઇ હતી. આ બનાવમાં આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિવિધ ટીમોને દોડાવી કુલ 6 આરોપીને અગાઉ ઝડપી લેવાયા હતા.

હત્યાનો બનાવ બન્યો તે સ્થળ
હત્યાનો બનાવ બન્યો તે સ્થળ

પોલીસે 100 સીસીટીવી તપાસ્યાં
આરોપીને કોર્ટમાં રજૂ કરતા 10 દિવસ, 6 દિવસ અને 3 દિવસ એ રીતે પોલીસ રિમાન્ડ મંજુર થયા હતા. દરમિયાન 100 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ, ટેક્નિકલ સેલના માધ્યમથી તપાસ અને રિમાન્ડના આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આખરે આરોપીઓ ભાંગી પડ્યા હતા અને કાવતરૂ ઘડનાર અન્ય 5 શખ્સોના નામ આપ્યા હતા. બાદમાં પોલીસે આ પાંચેય આરોપીને પકડીપાડયા છે.

હોસ્‍પીટલએ પહોચેલ મૃતકના પિતા લાખાભાઇ સહિતના પરીવારજનો
હોસ્‍પીટલએ પહોચેલ મૃતકના પિતા લાખાભાઇ સહિતના પરીવારજનો

ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે
હત્યાનું કાવતરૂ ઘડવામાં સંડોવાયેલા અન્ય 5 આરોપીમાં ગીતાબેન કાળાભાઇ દુદાભાઇ સાઉ, હેતલબેન ઉર્ફે હેતી અશોકભાઇ કાળાભાઇ સાઉ, અશોક કાળાભાઇ સાઉ, રાકેશ કાળાભાઇ સાઉ, અને અશોક કાંતીભાઇ પરમાર(રહે. તમામ આંબેડકર નગર)નો સમાવેશ થાય છે. પોલીસે હત્યાનો મુખ્ય આરોપી સંજય ઉર્ફે બાડીયો સુરેશ ઉર્ફે દુલાભાઇ સોલંકી તેમજ પકડેલ અન્ય 5 આરોપીને સાથે રાખી કાવતરૂ જે જગ્યાએ ઘડવામાં આવ્યું હતું ત્યાં જઇ એસસીએસટી સેલના ડીવાયએસપી ડો. કે. કે. ઠાકુર દ્વારા આરોપી પાસે રિકન્સ્ટ્રકશન કરાવી પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...