તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર:વિકાસ માટે મનપા, 7 પાલિકાને રૂા. 24.37 કરોડનાં ચેક આપયા

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારોમાં આંતર માળખાકિય સુવિધા ઉભી કરાશે

કોર્પોરેશન અને જિલ્લાની સાત નગરપાલીકા વિસ્તારનાં વિકાસ માટે રૂા. 24.37કરોડનાં ચેકનું કૃષિ મંત્રી આર.સી.ફળદુનાં હસ્તે વિતરણ કરાયુ હતુ. જૂનાગઢ કલેકટર કચેરી ખાતે યોજાએલા ચેક વિતરણ કાર્યક્રમમાં જૂનાગઢ કોર્પોરેશનને રૂા. 18.25 કરોડ, નગરપાલીકા કેશોદ રૂા. 1.50 કરોડ, માંગરોળ રૂા. 1.50કરોડ, માણાવદરને 1.12કરોડ, બાંટવા, વંથલી, વિસાવદર અને ચોરવાડ નગરપાલીકા દરેકને રૂા. 50-50 લાખનાં ચેક અર્પણ કરાયા હતા. જેમાં જૂનાગઢ કોર્પોરેશનનો ચેક મેયર ધીરૂભાઇ ગોહેલ અને કમિશ્નર તુષાર સુમેરાને જ્યારે કેશોદ નગરપાલીકાનો ચેક નગરપાલીકા પ્રમુખ યોગેશભાઇ સાવલીયાને અર્પણ કરાયો હતો. અન્ય તમામ ચેક સંબંધિત નગરપાલીકાનાં ચીફ ઓફીસરોને અર્પણ કરાયા હતા. શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓનાં નિર્માણ માટે ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ નાણાં આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...