તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંદના કરી:મુની ધરશેન મહારાજે 69 વર્ષની ઉંમરે લોક કલ્યાણ માટે 1008 વાર ગીરનારની તીર્થ વંદના કરી

જૂનાગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આખા ભારતમાં સ્થિત જૈન તિર્થ સ્થળોએ પદયાત્રા કરશે

ગીરનાર ગૌરવ પુજ્ય આચાર્ય નિર્મલ સાગર મહારાજના શિષ્ય મુની ધરશેન મહારાજે પોતાની મુની દીક્ષાના અઢી વર્ષના સયમમાં તીર્થ ક્ષેત્ર ગીરનારની 1008 વંદના પૂર્ણ કરી છે. તેઓએ પ્રતિદિન 21 હજાર પગથીયા ચડી ઉતરીને લોક કલ્યાણ માટે ગીરનાર વંદના પૂર્ણ કરી છે. મુનીએ સમગ્ર ગીરનાર પર્વતની પરીક્રમા છ વખત કરી છે. તેઓ હવે પુરા ભારત વર્ષમાં સ્થિત જૈન તિર્થ સ્થળોએ પદયાત્રાનો પ્રારંભ કરનાર છે.

મુની ધરશેન મહારાજની 69 વર્ષની ઉંમર છે. જુલાઇ 2016માં તેમણે પુજ્ય આચાર્ય નિર્મલ સાગર મહારાજ પાસેથી મુનીદિક્ષા ગ્રહણ કરી હતી. મુનીદિક્ષા બાદ ગુરૂ આજ્ઞાથી તેમણે ગીરનાર ક્ષેત્રની 1008 યાત્રાનો સંકલ્પ કરેલ જે તાજેતરમાં 1008મી યાત્રા કરી પૂર્ણ થયો છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના કોલ્હાપુર જીલ્લાના દત્તવાડા ખાતે થયો હતો. તા.1 જાન્યુઆરી 2017ના સવારે 4:30 વાગ્‍યે ગીરનાર વંદનાની પ્રથમ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. પાંચેય ટેકરીઓ સ્થિત જીનેદ્ર ભગવાનના ચરણના દર્શન કરી સહસ્ત્રાવનમાં સ્થિત ચરણોના દર્શન કરી ભોજન સમય સુધી મુની ધરશેન મહારાજ સમવશરણ મંદિરમાં પહોંચી જતા હતા. પાંચ કલાકમાં સરળતાથી યાત્રા દર્શન કરતા હતા.

તપસ્વી ભુમિ ગીરનાર સિધ્ધોની ભુમિ છે. લોક કલ્યાણ અર્થે મુની ધરશેન મહારાજે 1008 વાર ગીરનાર તિર્થ ભુમિની વંદના કરી છે. હવે તેઓ પુરા ભારત વર્ષમાં સ્થિત જૈન તિર્થ સ્થળોએ પદયાત્રાનો પ્રારંભ કરનાર છે. તેઓ રોજ 40 કી.મી. જેટલુ અંતર પદયાત્રા રૂપે ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો