ભાસ્કર ઇમ્પેક્ટ:જૂનાગઢ શહેરમાં પંચેશ્વરના પુલનું સાંસદના હસ્તે લોકાર્પણ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આખરે પંચેશ્વર પાસેના પુલનું સાંસદના હસ્તે લોકાર્પણ કરાયું છે. આ અંગે મળતી વિગત મુજબ દાતાર રોડ સ્થિત સ્વામિ વિવેકાનંદના પુતળાથી લઇને પંચેશ્વર આયુર્વેદિક હોસ્પિટલ સુધી 4 કરોડથી વધુના ખર્ચે પુલ બનાવાયો છે.જોકે, કામ પૂર્ણ થઇ જવા છત્તાં માત્ર ઉદ્ધાટનના વાંકે પુલ શરૂ કરાયો ન હતો. દરમિયાન આ અંગે સ્થાનિક લોકોની રજૂઆતને દિવ્ય ભાસ્કરે વાચા આપી હતી અને 6 જાન્યુઆરીએ સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. બાદમાં મનપા તંત્ર જાગ્યું હતું અને 13 જાન્યુઆરીએ સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે પુલનુ લોકાર્પણ કરાયું છે.

આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશ્નર રાજેશ તન્ના તેમજ મનપાના અધિકારી, પદાધિકારીઓની ઉપસ્થિતી રહી હતી. આ પુલથી ખાસ કરીને ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળા, લીલી પરિક્રમાના ટ્રાફિકને ડાઇવર્ટ કરી શકાશે જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે. દરમિયાન પ્રદિપ ટોકિઝથી પંચેશ્વર પુલ સુધીનો રસ્તા સાવ બિસ્માર હોય આ રસ્તાને પણ સત્વરે રિપેર કરવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...