વિધાનસભા સંગ્રામ 2022:મતદાનના દિવસેજ સોરઠમાં દોઢ હજારથી વધુ લગ્ન

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્ન દીઠ ઓછામાં ઓછા 100 મહેમાન અને 20 થી વધુ કેટરીંગ સ્ટાફ, એક ગોર બાપા, ડ્રાઇવર હોય જ
  • મોટી સંખ્યામાં લગ્નો કયાંક ચૂંટણીનાં પરિણામ તો નહીં બદલી નાંખે ને... ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ-ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં આગામી તા. 1 ડિસે. 2022 ના રોજ મતદાન થનાર છે. ત્યારે આ વખતે મતદાનની ટકાવારી ઘટવાની શક્યતા રાજકીય લોકોએ વ્યક્ત કરી છે. જેની પાછળ એ દિવસે મોટી સંખ્યામાં યોજાનાર લગ્નો કારણભૂત છે. આ અંગે સમુહલગ્નોના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જૂનાગઢ અને ગીર સોમનાથ પૈકી જૂનાગઢ જિલ્લામાં 1 ડિસેમ્બરે ઓછામાં ઓછા 1000 લગ્નો હશે. પટેલ સમાજમાં એ દિવસે જોકે સમુહ લગ્ન નથી. પણ વ્યક્તિગત રીતે થતા લગ્નોની સંખ્યા એ દિવસે વધુ છે.

જ્યારે ગીર-સોમનાથ જિલ્લામાં પણ એ દિવસે 500 થી 600 લગ્ન થવાનો અંદાજ છે. આની જોકે, ચોક્કસ સંખ્યા ન જાણી શકાય પણ અંદાજ બાંધી શકાય. જે મુજબ, એક ગામમાં સરેરાશ 5 લગ્ન ગણીએ તો અંદાજ મળે છે. વળી આ દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં પટેલ સમાજની સંખ્યા વધુ છે. અને અમારા સમાજમાં દિવાળી પછીના આ તરતના દિવસોમાં લગ્નો વધુ થતા હોય છે.

એકલા જૂનાગઢની 100 બસોનું બુકીંગ
લગ્નમાં જાન લઇ જવા માટેની બસોનું બુકીંગ છે. એકલા જૂનાગઢ શહેરમાંજ 100 બસો છે એ બધીનું બુકીંગ થઇ ગયું છે. જ્યારે ફોરવ્હીલ એકપણ ઉપલબ્ધ નથી કારણકે, ચૂંટણી તંત્ર દ્વારા ઝોનલ ઓફિસરને દરેક બુથ સુધી જવા માટે 1000 ફોરવ્હીલ બુક કરી લેવાઇ છે. બધા બુકીંગ 30 નવે. અને 1 ડિસે. 2022 માટેનાં છે. - મુરલીભાઇ, બસ સર્વીસ ઓપરેટર

અમારે 4 રસોડામાં 250 નો સ્ટાફ રોકાશે
અમારે 1 ડિસેમ્બરના રોજ એકસાથે 4 જગ્યાએ રસોડાં છે. બધાં મળીને 250 લોકો રસોઇ બનાવવા અને પીરસણીયા તરીકે એમાં રોકાયેલા રહેશે. - રાજુભાઇ દોંગા, કેટરર્સ

​​​​​​​અમારા ગૃપનાં 10 ભૂદેવો લગ્નોમાં
1 ડિસે.ના રોજ અમારા કર્મકાંડી બ્રાહ્મણોને એકલા અમાર ગૃપનાંજ 10 લોકો જુદા જુદા સ્થળોએ લગ્નવિધી કરાવવા જવાના છે. - કેતનભાઇ જોષી, કર્મકાંડી બ્રાહ્મણ

સરકારી કર્મીઓ પણ લગ્નમાં નહીં જઇ શકે
જૂનાગઢ | મોટાભાગનાં સરકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ પર હોય છે. આટલી મોટી સંખ્યામાં લગ્ન હોય ત્યારે સ્વાભાવિકપણે ઘણા બધા સરકારી કર્મચારીઓ પણ જો પોતાનાં નજીકનાં સગા કે પરિવારમાં લગ્ન હશે તો પણ તેમાં કદાચ ચૂંટણી ફરજને લીધે હાજરી ન આપી શકે. એવી શકયતા પણ ખરી.

અન્ય સમાચારો પણ છે...