તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:ભરડાવાવમાં 50 થી વધુ મકાન રેગ્યુલાઇઝ કરાવવા ધરણાં કરશે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આંબેડકર નગરમાં ઝુંપડપટ્ટી રેગ્યુલાઇઝ મુદ્દે આંદોલન બાદ
  • 11 ઓગસ્ટથી દશામાના મંદિરે લોકો કરશે સત્યાગ્રહ આંદોલન

જૂનાગઢના બિલખા રોડ સ્થિત આંબેડકર નગર ખાતે પૂર્વ મેયર લાખાભાઇ પરમાર છેલ્લા 33 દિવસથી ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવા મુદ્દે સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દો હજુ ઉકેલાયો નથી ત્યાં હવે ભરડાવાવ વિસ્તારના લોકો પણ પોતાના મકાનો રેગ્યુલાઇઝ કરવાના મુદ્દે આંદોલન કરવાના મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે કોળી સમાજના પ્રમુખ અરવિંદભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ભરડાવાવ વિસ્તારમાં 50થી વધુ લોકો વર્ષોથી મકાનમાં રહે છે.

આ મકાનો પણ વર્ષો જૂના હોય તેને પણ રેગ્યુલર કરી આપવાની માંગ છે. ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવા ચાલતા આંદોલનને ટેકા સાથે અમારી માંગ છે કે સરકાર આ 50 થી વધુ મકાનોને પણ રેગ્યુલાઇઝ કરી આપે. આ મુદ્દે 11 ઓગસ્ટથી ભરડાવાવ સ્થિત દશામાના મંદિર ખાતેથી ધરણાં, સત્યાગ્રહ આંદોલન કરવામાં આવશે. આ આંદોલનમાં નટુભાઇ રાવ, જશુબેન દરબાર, હુસેનાબેન બાદશાહ તેમજ 50 થી વધુ પરિવારો પણ જોડાશે.

અન્ય સમાચારો પણ છે...