બેંક હડતાલ:રાષ્ટ્રવ્યાપી હડતાળમાં ગીર સોમનાથ જિલ્લાના 400થી વધુ કર્મચારીઓ જોડાયા, 200 કરોડનું ટર્નઓવર ખોરવાયું

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળમાં બેંક ઓફ બરોડાની બહાર કર્મચારીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા

દેશમાં સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક વર્કસ યુનીયનના નેજા હેઠળ બે દિવસીય દેશવ્‍યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જે મુજબ આજથી બે દિવસની બેંક હડતાળમાં ગીર સોમનાથ જીલ્‍લાના 400 થી વઘુ બેંક કર્મીઓ જોડાયા છે. જેને લઇ કરોડોના વ્‍યવહારો અટકી પડયાની સ્‍થ‍િતિ સર્જાય છે.

કેન્દ્ર સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણને લઇ ખરડો પસાર કરવાનો વિચાર અમલમાં લાવવા કામગીરી કરી રહી છે. જેથી સરકારની ખાનગીકરણની નીતિ સામે વિરોધ નોંધાવવા માટે દેશભરમાં બેંક વર્કસ યુનીયનો દ્વારા રાષ્ટ્રીય વિરોધ નોંધાવી આજ અને આવતીકાલ બે દિવસ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જે અંર્તગત આજરોજ ગીર સોમનાથ જીલ્‍લાના મથક વેરાવળમાં સરકારના ખાનગીકરણની નીતિ સામે વિરોઘ પ્રદર્શન બેંક કર્મીઓ દ્રારા કરવામાં આવ્‍યુ હતુ. જેમાં વેરાવળના ટાવર ચોક નજીક આવેલ બેંક ઓફ બરોડાની શાખા બહાર મોટી સંખ્‍યામાં સ્‍થાનીક બેંક કર્મીઓ એકત્ર થઇ સરકારની ખાનગીકરણની નિતીના વિરોઘ દર્શાવતા બેનેરો હાથમાં લઇ બેંકીગ રીફોર્મ વાપસ લો... વાપસ લો... દેશ કા ચકકાજામ કરેગે... જેવા સુત્રોચ્‍ચાર કરી દેખાવો કર્યા હતા.

આ અંગે બેંક યુનીયનના પ્રતિનિઘિ હિતેશભાઇ અને ઘનસુખભાઇએ જણાવેલ કે, આજની દેશવ્‍યાપી હડતાલમાં ગીર સોમનાથ જીલ્‍લામાં રાષ્‍ટ્રીયકૃત બેંકોની 80 જેટલી શાખાઓના 400 થી વઘુ કર્મચારીઓ જોડાયા હતા. જેના પગલે જીલ્‍લામાં રાષ્‍ટ્રીયકૃત બેંકો થકી થતુ અંદાજે 200 કરોડનું ટર્ન ઓવર હડતાલના લીઘે ખોરવાયુ છે.બેંકોના ખાનગીકરણથી નાના અને ગરીબ લોકો બેંકથી વંચિત રહી જશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.

બે દિવસીય બેંક હડતાલના લીઘે સામાન્‍ય લોકોને મુશ્કેલી ન થાય તે માટે વેરાવળમાં આવેલી બેંકના એટીએમમાં નાણાં ભરી દેવાયા છે. જેથી ગ્રાહકો આસાનીથી એટીએમમાંથી પૈસા ઉપાડી શકે. જીલ્‍લામાં સરકારી બેંકો બહાર તાળા લટકતા જોવા મળતા હતા.

અન્ય સમાચારો પણ છે...