તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:જૂનાગઢ શહેરનાં ખલીલપુર રોડ વિસ્તારમાં 4 લાખથી વધુની ચોરી

જૂનાગઢ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • એક જ રાતમાં 3 ઘરના તાળા તૂટ્યા
 • ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા

જૂનાગઢના ખલીલપુર રોડ વિસ્તારમાં ગત એક જ રાત્રીમાં 3 ઘરના તાળા તુટ્યા છે. તસ્કરો 4 લાખથી વધુનો મુદ્દામાલ લઇ નાસી જતા ચકચાર મચી જવા પામી છે. ચોરી કરતા 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ અંગેની જાણ થતા બી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મનોજભાઇ જીવરાજભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, ખલીલપુર રોડ પરની સિદ્ધિવિનાયક 2 ની શેરી નંબર 5 માં 2 મકાન અને શેરી નંબર 6 માં 1 મળી તસ્કરોએ કુલ 3 મકાનને નિશાન બનાવ્યા હતા.

જાડા ડિસમીસનો ઉપયોગ કરી તાળા અને કબાટના નકૂચા તોડી ચોરી કરી હતી. મનોજભાઇ ઠુમ્મરે જણાવ્યું હતું કે, અમે બપોરના 2 વાગ્યે રાજકોટ ગયા હતા અને તસ્કરો રાત્રીના 3: 18 વાગ્યે આવ્યા હતા. તસ્કરો મારા ઘરેથી સોના,ચાંદીના દાગીના મળી 4 લાખથી વધુનો મુદ્દામાલ લઇ ગયા છે. જ્યારે અન્ય 2 મકાનમાંથી પણ કપડા, ચાંદીની વસ્તુ ઉઠાવી ગયા છે. દરમિયાન 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ અંગે જાણ કરતા બી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો