જલારામભક્તો દ્વારા પદયાત્રાનું આયોજન:223મી જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે જુનાગઢથી વીરપુર ચાલીને જતી પદયાત્રામાં 300 કરતા વધુ પદયાત્રિકો જોડાયા

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

223મી જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે જુનાગઢ જલારામ ગ્રૂપ દ્વારા પદયાત્રાનું આયોજન થયું હતું અને ખાસ જલારામ ભક્તો દ્વારા જલારામ મંદિર વીરપુરમાં પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય તેમજ લોકોની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે જલારામ બાપાને પ્રાથના કરી હતી.

આ તકે રાકેશ કારિયા, સાગર નિર્મળ, પરાગભાઈ બુધ્ધદેવ, પ્રવિણભાઈ દેવાણી, મનીષભાઈ ખખખર, વિમલભાઈ સોમૈયા, ઉમંગભાઈ કકકડ, પૂનમબહેન સિરોદરીયા, નિતાબહેન પલાણ, વિશાલ સેજપાલ, વિરાજ સેજપાલ, સમીર પુનડિયા, સાગર શેઠિયા, કેયુર પારપાણી, ગુંજુ વિઠ્ઠલાણી દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે જહેમત ઉઠાવામાં આવી હતી. સેવાકીય પ્રવૃતિઓની પ્રેરણા લેતી નવી પેઠી માધવ કારીયા, વિનસ ખખ્ખર તેમજ જીલ ખખ્ખર દ્વારા સેવાકીય કામગિરી કરવામાં આવી હતી.

આ વર્ષે પણ પરમ પૂજ્ય સંત જલારામ બાપાની 223મી જન્મજ્યંતી નિમિત્તે વર્ષોની પરંપરાથી ચાલતી જલારામ પદયાત્રામાં નગરશેઠની હવેલીએ આરતી અને તિલકવિધિ બાદ જલારામ મંદિર પોસ્ટઓફિસ રોડ પરથી 30/10/2022ના રોજ વહેલી સવારે 5 વાગ્યેથી 300થી વધુ લોકો જય જલિયાણનાં ગગનભેદી નારા સાથે જોડાયા હતા. ચાલીને જતા લોકોને, આર્યુવેદીક રોગપ્રતિકારક શક્તિ વધારતો ઉકાળો, પાણીની બોટલ, લીંબુ શરબત, કોલ્ડ ડ્રિંક્સ, તેમજ જરૂરી દવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ચાલીને જતા પદ યાત્રિકોને પરત જૂનાગઢ આવવા માટે વિના મૂલ્યે બે લક્ઝરી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને જૂનાગઢ પહોંચાડવામાં આવ્યાં હતાં. દર વર્ષ કરતાં આ વર્ષે વધુ લોકો ચાલીને વીરપુર પદયાત્રમાં જોડાયા હતા અને જલારામ મંદિર વીરપુર ખાતે જલારામભક્તો પહોંચ્યા હતા અને મંદિરમાં જલારામ બાપાની પ્રસાદીનો લાહવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...