તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થાભેર વિસર્જન:વેરાવળમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ગણપતિજીની 300થી વધુ પ્રતિમાનું વિર્સજન કરાયું

વેરાવળ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોડીમાં લઇ જઇ દરીયામાં વિર્સજન કરાઇ રહેલ - Divya Bhaskar
હોડીમાં લઇ જઇ દરીયામાં વિર્સજન કરાઇ રહેલ
  • અગલે બરસ તુ જલ્‍દી આના ના નારા સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી
  • બંદરના દરીયાકિનારે હોડી મારફતે મૂર્તીઓનું દરીયામાં આસ્‍થાભેર વિર્સજન

વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્‍થા, મંડળો દ્વારા પાંચ દિવસ પહેલા અંદાજે 300 થી વધુ એકથી ચાર ફૂટ સુધીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્‍થાભેર સ્થાપન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને ઘ્‍યાને લઇ પાંચ દિવસ સુધી ઘાર્મીક કાર્યક્રમો થકી પૂજા-અર્ચના કરાઇ હતી. ત્યારે મંગળવારે બપોર બાદ અગલે બરસ તુ જલ્‍દી આના ના નારા સાથે ગણપતિની પ્રતિમાંનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મર્યાદીત લોકો સાથે વિધ્નહર્તાની પ્રતિમાને બંદરના દરીયાકાંઠે એકત્ર કરી ખારવા સમાજ દ્વારા કરાયેલી વ્‍યવસ્‍થા મુજબ મૂર્તીઓનું વારાફરતી વિર્સજન કરવામાં આવ્યું હતું.

ચાલુ વર્ષે કોરોનાને લઇ મોટીસંખ્‍યામાં ઘરોમાં વિઘ્‍નહર્તાની સ્‍થાપના થયેલ
ચાલુ વર્ષે કોરોનાને લઇ મોટીસંખ્‍યામાં ઘરોમાં વિઘ્‍નહર્તાની સ્‍થાપના થયેલ

જુદા-જુદા ધાર્મીક કાર્યક્રમો યોજાયા

વેરાવળમાં શારદા સોસાયટીમાં સતિમાં ગ્રૃપ, ગણેશ મીત્ર મંડળ, તપેશ્વર મીત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, સ્પોટર્સ કોમ્પલેક્ષમાં અષ્ટવિનાયક સહિત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અંદાજે 300થી વધુ એકથી લઇને ચાર ફૂટ સુઘીની ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. જેમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ મર્યાદીત લોકોની હાજરીમાં ભગવાન સત્ય નારાયણની કથા, રામધુન, મહાઆરતી સહીતના જુદા-જુદા ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા. શહેરીજનોએ પણ વિઘ્‍નહર્તા મહારાજના દર્શનનો લ્‍હાવો લીધો હતો.

આ દરમિયાન મંગળવારે બપોર બાદ શહેરમાં સ્‍થાપના કરાયેલી ગણપતિજીની મૂર્તિઓને જે તે મંડળના યુવાનો દ્વારા પોત પોતાના વાહનોમાં રાખી સરકારની ગાઇડ લાઇન મુજબ 10થી 15 લોકોની હાજરી સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં કોરોના ગાઇડલાઇનના પાલન માટે પોલીસે પણ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવ્યો હતો.

વિર્સજન પૂર્વે કિનારે મૂર્તીઅોની પૂજા-અર્ચના કરતા લોકો
વિર્સજન પૂર્વે કિનારે મૂર્તીઅોની પૂજા-અર્ચના કરતા લોકો

કોરોનાને લઇ વધુ લોકો એકત્ર ન થાય તેનું ધ્યાન રખાયું

શહેરની તમામ ગણેશજીની મૂર્તીઓનું દરીયામાં સુરક્ષીત રીતે ગાઇડલાઇન મુજબ વિસર્જન કરવા માટે અગાઉથી જ અખીલ ગુજરાત માછીમાર મંડળના પ્રમુખ કિશોર કુહાડાના માર્ગદર્શન હેઠળ ખારવા સમાજના યુવાનોએ વ્‍યવસ્‍થા કરી રાખી હતી. જે અંગે કિશોર કુહાડાએ જણાવ્યું કે, કોરોનાને લઇ લોકો એકત્ર ન થાય અને આસ્‍થાભેર વિઘ્‍નહર્તાની મૂર્તીઓનું દરીયામાં વિર્સજન કરવા માટે ત્રીસેક જેટલા સ્‍વયંસેવકોની ટીમ ખડેપગે રાખવાની સાથે બંદરના દરીયાકિનારે દસેક નાની હોડીઓ રાખવામાં આવી હતી. બપોરથી લઇ મોડીસાંજ સુધીમાં શહેરમાંથી અંદાજે 300 જેટલી નાની-મોટી મૂર્તીઓ બંદરના કિનારે પહોચેલી હતી. જે તમામને સ્‍વયંસેવકોની ટીમ દ્વારા હોડીમાં લઇ જઇ દરીયામાં વિર્સજન કરવામાં આવી હતી. તો બપોરથી લઇ બંદરમાં જુદા-જુદા મંડળો વારફરતી ગાઇડલાઇનના પાલન કરતા મૂર્તી સાથે પહોંચી ભીની આંખે અગલે બરસ તુ જલ્‍દી આના નારા સાથે પ્રાર્થના કરી વિઘ્‍નર્હતાને વિદાય આપતા હતા.

ખારવા સમાજના સ્‍વયંસેવકો દરીયામાં વિર્સજન કરવાની કરી રહેલ સેવા
ખારવા સમાજના સ્‍વયંસેવકો દરીયામાં વિર્સજન કરવાની કરી રહેલ સેવા
અન્ય સમાચારો પણ છે...