જૂનાગઢના ટીંબાવાડી - પ્રમુખ નગર ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં ભાગ લેનાર 300થી વધુુ દિવ્યાંગોને સાધન સહાય મળશે. શહેરના ટીંબાવાડી- પ્રમુખ નગર સ્થિત નટવરસિંહ સેવા સદન,માધવ સ્મારક સમિતી કાર્યાલય ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ તેમજ મેડિકલ સાધન સહાય કેન્દ્રનો શુભારંભ કરાયો છે. ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા, રાજકોટની આનંદ નગર શાખા તેમજ ભારત વિકાસ પરિષદ દિવ્યાંગ કેન્દ્ર પાલડીના સંયુકત ઉપક્રમે અને અર્પણ ફાઉન્ડેશન તેમજ નગીનભાઇ જગડા(યુએસએ)નાઆર્થિક સહયોગથી આ કેમ્પ યોજાયો હતો.
કેમ્પને બીએપીએસ મંદિરના કોઠારી ધર્મવિનયદાસજી સ્વામિ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા,દાતા વિનુભાઇ જગડા, સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમાર, પૂર્વ મેયર ધીરૂભાઇ ગોહેલ, અગ્રણી ઉદ્યોગપતિ સંજયભાઇ કોરડીયા, જીતેન્દ્રભાઇ ભીંડી, કિશોરભાઇ ડાંગર, કોર્પોરેટર ભાવનાબેન ચિખલીયા,સુશીલાબેન શાહ સહિતના અનેક અગ્રણીઓએ દિપ પ્રાગ્ટય સાથે ખુલ્લો મુક્યો હતો.
આ કેમ્પમાં 300થી વધુ દિવ્યાંગોએ ભાગ લીધો હતો જેમને કૃત્રિમ હાથ,પગ, કેલીપર્સ, ઘોડી, વોકિંગ સ્ટિક,ટ્રાયસીકલ તેમજ વ્હિલનું વિતરણ કરાયું હતું. કૃત્રિમ હાથ અને પગ માટે માપ લેવાયું હતું જેનું વિતરણ 30 એપ્રિલે કરવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા તુષાર છત્રાળા, કિરીટભાઇ નંદાણીયા, પ્રફુલભાઇ ગૌસ્વામી, ભાવેશભાઇ રાજાણી, હેમલસિંહ ઠાકોર, કિરણસિંહ ગોહેલ, ભાવિનભાઇ ભીંડી, હેમંતસિંહજી ડોડીયા, કરશનભાઇ મેતા અને બકુલભાઇ દુધાગરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.