તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:2500થી વધુ ખેડૂતોએ ઓનલાઇન ઘઉંના પાક અંગેની માહિતી મેળવી

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે આપ્યું માર્ગદર્શન
 • જૂનાગઢમાં ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતી અંગે વેબીનાર યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને એચડીએફસી બેન્કના સંયુકત ઉપક્રમે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે વેબીનાર યોજાયો હતો. આ વેબીનારમાં 2,500થી વધુ ખેડૂતો જોડાયા હતા. આ તકે કૃષિ યુનિવર્સિટીના સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. એ.જી. પાનસુરીયાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ઘઉંના વાવેતર માટે જમીનની તૈયારી,વાવણી, બિજની જાતો અંગે વૈજ્ઞાનિક ટેકનીકની જાણકારી આપી હતી. સાથોસાથ નીંદણની પણ જાણકારી આપી હતી. જ્યારે એચડીએફસી બેન્કના ગ્રામિણ બેન્ક ગૃપના હેડ રાજેન્દર કુમાર બબ્બરે વેબીનારમાં સહભાગી થયેલા ખેડૂતોને બેન્કની વિવિધ સુવિધા અંગે માહિતગાર કર્યા હતા. જ્યારે મુશ્કેલીમાં સહાય માટે બેન્ક કર્મી સાથે વાત કરવા ખેડૂતો માટે તૈયાર કરેલી ઇ કિશાન ઘન એપ્લીકેશન ડાઉન લોડ કરવા અનુરોધ કર્યો હતો. આ તકે બેન્કીંગ સેવા સાથે ઘઉંના વાવેતર સબંધી પ્રશ્ન અને જવાબનું સત્ર પણ યોજાયું હોવાનું એચડીએફસી બેન્કના યોગેશભાઇ ચોટલીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો