ચાંપતો બંદોબસ્ત:ડિવાયએસપી, પીઆઇ,પીએસઆઇ, એસઆરપી સહિત 2,100થી વધુ પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી ડ્રેસમાં પણ એસઓજી, એલસીબી, ડી સ્ટાફની વોચ

જૂનાગઢ જિલ્લામાં 19 ડિસેમ્બર રવિવારે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી નિર્વિધ્ને સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

જૂનાગઢ તાલુકા, મેંદરડા અને બિલખા વિસ્તારમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ભેંસાણ વિસ્તારમાં ડિવાયએસપી આર.વી. ડામોર, કેશોદ વિસ્તારમાં ડિવાયએસપી જે.બી. ગઢવી, માણાવદર,વંથલી અને બાંટવા વિસ્તારમાં ડિવાયએસપી એચ.એસ. રતનું, માંગરોળ,શીલ વિસ્તારમાં ડિવાયએસપી જે.જી. પુરોહિત અને માળીયા ચોરવાડમાં ડિવાયએસપી ડો. કે.કે.ઠાકુરને ખાસ સુપરવિઝન સોંપવામાં આવ્યું છે.

આ ઉપરાંત એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર,વિસાવદર પીઆઇ એન. આર. પટેલ, પીઆઇ ડી. જે. ઝાલા સહિતના અધિકારીઓને તૈનાત કરાયા છે. આમ, ચૂંટણીને લઇ 6 ડિવાયએસપીના માર્ગદર્શનમાં 7 પીઆઇ, 31 પીએસઆઇ, 913 પોલીસ જવાનો, 1,284 જીઆરડી- હોમગાર્ડ જવાનો,68 હથિયારધારી એસઆરપી જવાનો, જિલ્લામાં 50 પોલીસ અધિકારી સહિત કુલ 2,100નો સ્ટાફ ફરજ પર તૈનાત થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...