થઇ રહ્યું છે પ્રકૃતિનું કુદરતી જતન:ગિરનાર ફરતે 178.8 ચોરસ કિમી જંગલમાં 200થી વધુ ઔષધિય વનસ્પતિ : કેન્સર, પથરીના રોગની દવા બનાવવામાં ઉપયોગી

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તડકો, છાંયો અને આભમાં અમૃત ભરેલા કાળા ડિબાંગ વાદળો

સોરઠ એટલે પ્રકૃતિનો ચોમેર સંગમ. સોરઠધરા પ્રકૃતિથી ભરપૂર છે, ચારેબાજુ જંગલ તેમાં વસવાટ કરતા પશુ પક્ષીઓ તેની શાન છે. અહીં કુદરત પોતેજ પ્રકૃતિનું જતન કરતા નજરે ચઢે છે. એક તરફ તડકો છાયો અને બીજી તરફ કાળા ડિબાંગ અમૃત ભરેલા વાદળો ગિરનાર ફરતેના જંગલ વિસ્તારની સુગંધ પ્રસરાવવા તૈયાર છે.

જંગલમાં પશુ પક્ષી માટે કુદરતની કૃપા અવિરત છે, પર્વત માળા પરથી નદીઓના ખડ ખડ વહેતા પાણી જેનો ધરતી પરનો સમન્વય સોના રૂપી જંગલની ઉત્પતિ કરે છે. એટલે જ તો અહીંથી સોનરખ વહે છે. જાણે ગઢ જૂના ગિરનાર ફરતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીં હર એક પળે કુદરત તેનું સ્વરૂપ બદલ્યા કરે છે. જંગલ એક જીવનચક્ર નું નિર્માણ કરે છે. તેની કુદરતી ઉત્પતી અને જતન તસવીરમાં જોઈ શકાય છે. વનસ્પતિનો ખોરાક સૂર્યપ્રકાશ છે જ્યારે પાણી તેની પ્રાથમિક જરૂરિયાત છે તે અમૃત ભરેલા કાળા વાદળોમાંથી પ્રકૃતિ ગ્રહણ કરે છે.

ગિરનાર ફરતેના 178.8 ચોરસ કિલોમીટર એરિયામાં જંગલ ફેલાયેલું છે. જેમાં 179 પક્ષીઓની પ્રજાતી, 33 શરીશૃપ, 30 સસ્તન વર્ગના પ્રાણીઓ વસવાટ કરે છે. ગિરનાર જંગલમાં 60થી 62 સિંહ, 100થી વધુ દીપડા વસવાટ કરે છે. અહીં જંગલમાં 200થી વધુ વનસ્પતિનો સ્ત્રોત છે.

ગિરનાર જંગલમાં 200થી વધુ કુદરતી વનસ્પતિ આવેલી છે. અહીંની ઔષધિય વનસ્પતિ કેન્સર, પથરીના રોગની દવા બનાવવા ઉપયોગી બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...