ધીમી ધારે સાર્વત્રિક વરસાદ:ગીર સોમનાથ જિલ્‍લાના તમામ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર જળમગ્‍ન થયુ

વેરાવળએક મહિનો પહેલા
પ્રાંચી તીર્થનું જળમગ્‍ન થયેલ માઘવરાય મંદિર
  • જાબુંર ગામે નદીના ઘસમસતા પ્રવાહમાં યુવાનોના જોખમી સ્‍ટંટનો વીડિયો વાયરલ થયો
  • જિલ્‍લાના સૌથી મોટા હિરણ-2 ડેમમાં 4.5 ફૂટ નવું પાણી આવ્‍ય

આજે સવારથી ગીર સોમનાથ જિલ્‍લાના છએય તાલુકામાં અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સાંજ સુધીમાં છએય તાલુકામાં સરેરાશ 1થી 2 ઇંચ વરસાદ વરસયાના પગલે વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ હતી. આજનો ધીમી ધારનો વરસાદ ખેડૂતોના પાકને નવજીવન મળયા સમાન હોવાથી જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો છે. ગીર જંગલ અને ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદના પગલે સરસ્‍વતી નદીમાં ઘોડાપુર આવતા જિલ્‍લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર જલમગ્‍ન થઇ ગયુ હતુ.

સમગ્ર ગીર સોમનાથ જિલ્‍લામાં રવિવારની આખી રાત્રી વિજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ધીમી ધારે વરસાદ વરસ્‍યો હતો. બાદમાં આજે સવારથી જિલ્‍લાના છએય તાલુકાના આકાશમાં કાળા ડીંબાગ ઘેરાયેલા વાદળો સાથે મેઘરાજા હેત વરસાવી રહ્યા હતા.

સવારે 6થી સાંજે 6 વાગ્‍યા સુધીના આંકડાં

સમગ્ર જિલ્‍લામાં સવારથી સાંજ સુધી મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવ્યું છે. જેમાં આજે સવારે 6થી સાંજે 6 વાગ્‍યા સુધીમાં વેરાવળમાં 22 મિમી, સુત્રાપાડામાં 20 મિમી, તાલાલામાં 50 મિમી, કોડીનારમાં 18 મિમી, ગીરગઢડામાં 33 મિમી અને ઉનામાં 20 મિમી વરસાદ વરસ્‍યો છે. ધીમા વરસાદના પગલે ખેતરોમાં મુરઝાવવાની કગારે પહોચેલા પાકોને નવજીવન મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. તો આખો દિવર ઝાપટારૂપી સતત વરસેલા વરસાદના પગલે વાતાવરણમાં અનેરી ઢંડક પ્રસરી ગઇ હતી.

જળમગ્‍ન થયેલ માઘવરાય મંદિર
જળમગ્‍ન થયેલ માઘવરાય મંદિર

પ્રાંચીનું માધવરાય મંદિર જળમગ્‍ન થયુ

વ્‍હેલી સવારથી જ સુત્રાપાડા પંથકમાં ધીમી ધારે અને ઉપરવાસના ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસેલા વરસાદના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થની પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ ગઇ હતી. જેના લીઘે સરસ્‍વતી નદીના પટમાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થનું માધવરાયજી મંદિર જઇમગ્ન થઇ ગયુ હતુ. આ મંદિર દર વર્ષે ચોમાસા દરમ્‍યાન અનેક વખત જળમગ્‍ન થઇ જાય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી પાંચેક દિવસ પહેલા થયા બાદ ફરી આજે માધવરાય મંદિર જળમગ્‍ન થઇ ગયુ છે. સરસ્‍વતી નદીમાં અાવેલ પુર જોવા ગ્રામજનો કાંઠે ઉમટયા હતા.

સરસ્‍વતી નદીમાં પુર
સરસ્‍વતી નદીમાં પુર

નદીમાં ઘસમસતા પ્રવાહમાં સીદી બાદશાહ યુવાનોની જોખમી છલાંગ

ગીર જંગલમાં ભારે વરસાદને કારણે તાલાળા ગીરના જાબુંર ગામેથી પસાર થતી સરસ્વતી નદીમાં વરસાદી પાણીની ભરપુર આવક જોવા મળી હતી. ત્‍યારે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં જાબુંર ગામના સિદી યુવાનો પુલ પરથી જોખમી જમ્પ લગાવી રહ્યા હતા. જીવનાં જોખમે સરસ્‍વતી નદીમાં ઘસમસતા પાણીમાં સિદી બાદશાહ યુવાનો છલાંગો મારી નદીના પુરમાં જોખમી આનંદ પણ ઉઠાવી રહ્યા છે. જેના વિડિયો સોશુયલ મિડીયામાં વાયરલ થયા છે.

ડેમમાં નવા નીર
ડેમમાં નવા નીર

જિલ્‍લાના સૌથી મોટા હિરણ-2 ડેમમાં 4.5 ફૂટ નવું પાણી આવ્‍યુ

ગીર સોમનાથ જિલ્‍લાના સૌથી મોટા હિરણ-2 ડેમમાં એક જ દિવસમાં 4.5 (સાડા ચાર) ફૂટ નવું પાણી આવ્યુ છે. હિરણ-2 ડેમ ત્રણ તાલુકાના બે શહેરો અને 80 જેટલા ગ્રામ્‍ય વિસ્‍તારના ગામોને, બે ઉઘોગો અને સોમનાથ ટ્રસ્‍ટને પીવાનું પાણી પુરૂ પાડે છે. ગીર જંગલ નજીક ઉમરેઠી ગામ પાસે આવેલા હિરણ-2 ડેમમાં જંગલ વિસ્‍તારમાં વરસતા વરસાદનું પાણી કુદરતી નદી-નાળા મારફત ઠલવાય છે. ત્‍યારે આજે ગીર જંગલ વિસ્‍તાર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે હિરણ-2 ડેમમાં સવારથી જ પાણીની આવક શરૂ થઇ અને સાંજ સુધીમાં નવું 4.5 (સાડ ચાર) ફૂટ પાણી આવ્‍યુ છે. જેના લીઘે હાલ ડેમ 38 ટકા ભરાઇ ગયો હોવાનું ડેમ અધિકારી કાલસરીયા અને સીંઘલએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...