કાર્યવાહી:શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ 150 થી વધુ રેંકડી હટાવાઇ, ઝાંઝરડા રોડ, આઝાદચોક, ભૂતનાથ, સરદાર બાગ પાસે કામગીરી

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફૂટપાથ ખુલ્લી કરાવવાની લોકોની માંગ બાદ કાર્યવાહી

જૂનાગઢમાં દબાણ શાખાએ વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ 150થી વધુ લારીઓ દૂર કરાવી છેે. આ અંગે દબાણ અધિકારી ભરતભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે, અનેક લોકોની મનપામાં ફરિયાદ હતી કે, રેંકડી ધારકો ફૂટપાથ પર દબાણ કરી લે છે ત્યારે લોકોને ચાલવું ક્યાં? ત્યારે ફૂટપાથ ખુલ્લી કરાવવા માંગ કરાઇ હતી.

બીજી તરફ રેંકડી ધારકો આડેઘડ રીતે રેંકડી રાખતા ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થાય છે. ત્યારે કમિશ્નર રાજેશ તન્નાની સૂચના બાદ આઝાદ ચોક, ભૂતનાથ, સરદાર બાગ, ઝાંઝરડા રોડ સહિતના વિસ્તારોમાં મળી ટ્રાફિકને અડચણરૂપ 150થી વધુ લારીઓને દૂર કરાવી ફૂટપાથ ખુલ્લી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...