તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મનપા કચેરી સામેની 15થી વધુ લારીને હટાવાઇ

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકમાં અડચણ થતા દબાણ શાખાએ કરી કામગીરી

જૂનાગઢની આઝાદ ચોક સ્થિત મહાનગરપાલીકા કચેરી સામેથી 15થી વધુ લારીવાળાને દબાણ શાખાએ હટાવ્યા છે. આ અંગે દબાણ શાખાના અધિકારી ભરતભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે, શહેરના આઝાદ ચોક સ્થિત મનપા કચેરી સામે જ ફળો, શેરડી, જીંજરા, મકાઇ વગેરેનું વેંચાણ કરતી 15 થી વધુ લારીઓ હતી. રસ્તા પર જ લારી હોવાના કારણે ખરીદનારા પણ રસ્તામાં વાહન ઉભા રાખી દેતા હતા જેના કારણે ટ્રાફિકને અડચણ થતી હતી. ત્યારે કમિશ્નર તુષાર સુમેરાની સૂચના અને ડીએસમી જે.એન. લીખીયાના માર્ગદર્શનમાં દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી તમામ લારીઓને દૂર કરાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. એટલું જ નહી અહીં લારી ન રાખવા પણ તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો