મતદાન બહિષ્કારની ચિમકી:માંગનાથ રોડના 1,000થી વધુ વેપારી પરિવારજનો કરશે મતદાનનો બહિષ્કાર

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મતદાનના 5 દિવસપહેલા સમગ્ર શહેરના વેપારીને મતદાન ન કરવા અપીલ કરશે

શહેરના માંગનાથ રોડ પર અસામાજીક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે અસામાજીક તત્વોનાં ત્રાસ છત્તાં કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોય માંગનાથ રોડના વેપારીઓએ મતદાન બહિષ્કાર ની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે ક્લોથ એન્ડ રેડીમેઇડ એસોસિએશન માંગનાથ રોડના ઉપપ્રમુખ હિતેશભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, માંગનાથ રોડ પર અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.

આવા તત્વો દુકાનમાં ઘુંસી મફતમાં માલ લઇ જાય છે, દુકાન આગળ ફટાકડા ફોડે છે. થોડા દિવસ પહેલા જ ટારઝન નામનો શખ્સ ખરીદી કર્યા પછી રૂપિયા ચૂકવ્યા વિના જ મફતમાં માલ લઇને જતો રહ્યો છે. આવા તત્વોનાં ત્રાસથી વેપારીઓને વેપાર કરવો મુશ્કેલ બન્યો છે. બીજી તરફ આવા તત્વોને યોગ્ય સજા થતી નથી પરિણામે આ ત્રાસ યથાવત રહે છે.

ત્યારે આવા તત્વોને પાસામાં પૂરવાની માંગ છે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો માંગનાથ રોડ વિસ્તારના 1,000થી વધુ વેપારીઓ અને તેમના પરિવારજનો મતદાનનો બહિષ્કાર કરશે. એટલું જ નહિ ચૂંટણીના 5 દિવસ અગાઉ શહેરમાં ફરી સમગ્ર શહેરના વેપારીઓ અને તેના પરિવારજનોને મતદાન ન કરવા અપીલ કરાશે.

તમંચો બતાવીને લુંટ પણ કરી છે
ટારઝન નામના માથાભારે શખ્સે અગાઉ પણ બેથી વધુ વખત તમંચો બતાવીને લુંટ પણ કરી છે. આ શખ્સના ત્રાસના કારણે વેપારીઓ દિવાળીના તહેવાર હોવા લત્તાં વ્હેલી દુકાન બંધ કરીને જતા રહેતાહતા.

અન્ય સમાચારો પણ છે...