વિશ્વાસથી વિકાસ યાત્રા:વિસાવદરમાં રૂ.1 કરોડથી વધુ રકમના 100થી વધુ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

જુનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રુપિયા 1.23 કરોડના અંદાજે 104 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું

વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વિસાવદર પ્રાંત કક્ષાનો કાર્યક્રમ વિસાવદર માર્કેટયાર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો સંદર્ભમાં વધું કહ્યું હતું કે જન સેવામાં સરકારે નિર્ણાયક નિર્ણયો લઈને અનેક સેવાઓ લોકોને સમર્પિત કરી છે.

સાંસદનું નિવેદન
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સર્વાંગી વિકાસના કામો અને જન સેવાના અવિરત કાર્યો થયા છે. તેમ જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ વિસાવદર ખાતે કહ્યું હતું.

ગુજરાતની ગાથાને રજૂ કરતી ફિલ્મનું નિદર્શન થયું
વિસાવદર ખાતેથી પ્રાંત વિસ્તારના રૂપિયા 1.23 કરોડના અંદાજે 104 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરતી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.

વિવિધ અગ્રણીઓ હાજર રહ્યાં
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, શિક્ષણ સમિતિના ચેરમેન , તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, અગ્રણી સર્વ નરેન્દ્રભાઈ કોટીલા, હરિભાઈ, ઉમેશભાઈ સંગઠનના સ્થાનિક પદાધિકારીઓ, સરપંચો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે કાર્યક્રમનો ઉદ્દેશ તેમજ સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી કીર્તનબેન રાઠોડે કર્યું હતું. ભેસાણના તાલુકા વિકાસ અધિકારીએ પ્રસંગિક પ્રવચન કર્યુ હતું. જ્યારે આભાર વિધિ વિસાવદર ના તાલુકા વિકાસ અધિકારીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...