તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલાવ:રોપ-વે શરૂ થયા પછી ગીરનાર પર વધુ મજૂરો જોઇશે

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણીપીણીની દુકાનોનો સામાન સીડીથીજ પહોંચશે

ગિરનાર રોપ-વે શરૂ થયા પછી યાત્રિકોનો પ્રવાહ વધશે. અને એ લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા રસ્તામાં પગથોભ માટે ખાણીપીણીની દુકાનોએ ઉભવું પડશે. આથી ત્યાં માલસામાનની ખપત વધશે. અને એ પહોંચાડવા પાછા વધુ મજૂરો જોઇશે. હાલની તકે રોપ-વેમાં માત્ર યાત્રાળુઓ માટેજ મંજૂરી મળી છે. માલસામાન માટે મંજૂરી નથી મળી. એમ જાણકારોનું કહેવું છે. જેને પગલે ગિરનાર પર સામાન પહોંચાડતા મજૂરોની માંગ વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને અંબાજીથી જૈન દેરાસર અને અંબાજીથી ગુરૂ દત્તાત્રેય વચ્ચેનો ટ્રાફિક ખુબજ વધી જશે એવી શક્યતા છે.

અંબાજીમાં ડોળીના સ્ટેન્ડની માંગ
ઘણા યાત્રાળુને અંબાજીથી જૈન દેરાસર અથવા ગુરૂ દત્તાત્રેય સુધી યાત્રાળુઓને લઇ જવા માટે ડોળીની જરૂર પડશે. આથી અંબાજીમાં ડોળીનું સ્ટેન્ડ બનાવવાની જરૂર છે. તો જે લોકોના મોત થયા છે તેમના વારસોને લાયસન્સ કે આઇકાર્ડ અથવા સરકાર સહાય આપે એવી માંગણી છે. આવા 60 થી 65 લોકો છે. અને અંબાજી સુધી આવવા માટે ડોળીવાળાને રોપ-વેમાં ફ્રીમાં લઇ જવામાં આવે એવી પણ અમારી માંગણી છે. - રમેશભાઇ બાવળિયા, ડોળી એસો.

પબ્લિક વધે તો સામાન પણ વધુ જોઇએ
રોપ વેને લીધે પબ્લિક તો વધવાનીજ છે. અને તો સામાનની ખપત પણ વધશે. આથી અત્યારે તો મજૂરો પાસેથી જ મંગાવવો પડે એમ લાગે છે. - પરેશભાઇ ભીખુભાઇ સોની, વેપારી

માલવહન શરૂ ન થાય તો મજૂરો પાસેથીજ મંગાવવો પડશે
અત્યારે વેફર જેવી 5 રૂપિયાની વસ્તુનો ભાવ અહીં 10 રૂપિયા છે. કારણકે, એ બધુંજ મજૂરો પાસે મંગાવવું પડે છે. રોપ-વેમાં માલવહન શરૂ નહીં થાય ત્યાં સુધી પેસેન્જરની સંખ્યા તો વધશેજ. આથી માલસામાનની ખપત વધશે. એ મજૂરો પાસેથીજ મંગાવવો પડશે. - નવિનભાઇ પ્રવિણભાઇ જોગિયા, વેપારી

અન્ય સમાચારો પણ છે...