જુનાગઢ શહેરમાં સક્કરબાગ સામે મોડી રાતે અચાનક ફોર્ચ્યુનર કારમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં અચાનક આગ લાગતા ટ્રાફિકજામના દ્રશ્યોસર જણા હતા ત્યારે. રસ્તા પરના લોકો પણ ભયમાં મુકાયા હતા. કારમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું જાણવા મળ્યું છે.
આ ઘટના બાબતે જુનાગઢ ફાયર વિભાગના ચીફ઼ ફ઼ાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, મોડી રાતના સમયે સકરબાગ ઝુ નજીક અચાનક એક ફોર્ચ્યુનર કારમાં આગ લાગી હતી અને આ બાબતની ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કારમાં આગ લાગવાના અકસ્માતનો કોલ મળતાની સાથે જ તુરંત ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઇ લેવામાં આવી હતી. પરંતુ આગમાં કારને મોટી નુકસાની થઈ હોવાનું સામે પણ આવ્યું છે. આ ઘટના સમયે કારના માલિક પણ ત્યાં સ્થળ ઉપર હાજર હતા તેમના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા જેથી તેમનો બચાવ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.