ઠગાઈ:સોશ્યિલ મિડીયા દ્વારા બ્લેક મેઇલ કરી નાણાં મંગાયા

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના કહેવા મુજબ, એલસીબીને નંબર આપ્યાનું કહેતા ફોન આવતા બંધ થયા !!

સોશ્યલ મિડીયામાં મહિલાના નામે આઇડી બનાવી, રિક્વેસ્ટ મોકલી, મહિલા દ્વારા મીઠીમીઠી વાતો કરી બાદમાં કપડાં ઉતરાવી વિડીયો બનાવી લેવાય છે. બાદમાં સમાજામાં વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી નાણાં પડાવાય છે. હાલ આવી ગેન્ગ સક્રિય થઇ છે જે અનેક યુવાનોને ફસાવે છે. ત્યારે આવોજ એક કિસ્સો જૂનાગઢના યુવક સાથે બન્યો હતો. ત્યારે પોતાનો વિડીયો વાઇરલ થશે તો સમાજમાં આબરૂ જતા આત્મહત્યા કરવાની નોબત આવશે તેમ લાગતા આખરે યુવકે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો.

બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હવે તે મહિલાનો ફોન આવે તો કહેવાનું કે, તારો નંબર અને રેકોર્ડીંગ ક્રાઇમ બ્રાન્ચને આપી દીધા છે જે હવે તપાસ કરશે. તેમ છત્તાં જરૂર પડે તો મારો નંબર આપી દેજે. યુવકે ફોન આવતા ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ કરેલી વાત મુજબ કહેતાની સાથે જ ફોન આવતા બંધ થઇ ગયા હતા! શહેરમાં અનેક લોકો સોશ્યલ મિડીયામાં ફ્રેન્ડ બનાવી નાણાં પડાવતી ફ્રોડ ગેન્ગનો શિકાર બન્યા હશે. ત્યારે આવી ગેન્ગથી ગભરાવાના બદલે પોલીસનો સંપર્ક કરવા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...