તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટ્રોલીંગ વધારવા માંગ:મોબાઇલ રસ્તા પર નાંખી વાહન ચાલકો પાસેથી નાણાં ખંખેરાય છે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલણસર, મજેવડીનો યુવાન ભોગ બન્યો

જૂનાગઢના ખામધ્રોળ ચોકડી નજીક તોડબાજ ટોળકી સક્રિય બની હોય પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ વધારવા માંગ કરાઇ છે.

આ અંગે આમ આદમી પાર્ટીના ધર્મેન્દ્રભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ખામધ્રોળ ચોકડીથી મજેવડી ગામ તરફ આવતા તેમજ ધોરાજી ચોકડી તરફ જતા રોડ પર તોડબાજ ટોળકી સક્રિય બની છે. જ્યારે ટુવ્હિલ કે ફોરવ્હિલ ચાલક આ ટોળકી પાસેથી પસાર થાય એટલે મોબાઇલ રસ્તાપર નાંખી દે છે. બાદમાં તમારા વાહન નીચે મોબાઇલ કચડાઇ ગયો તમારે આટલા રૂપિયા દેવા પડશે તેમ કહી તોડ કરે છે.

છેલ્લા એક જ અઠવાડિયામાં આવા 2 કિસ્સા બન્યા છે, જેમાં ઝાલણસર અને મજેવડીનો યુવાન ભોગ બન્યા છે. ત્યારેજો હવે પછી આવી ઘટના કોઇની પણ સાથે ઘટે તો સમાધાન કર્યા વિના, આવા તોડબાજોથી ડર્યા વિના પોલીસ ફરિયાદ કરવી જોઇએ. પોલીસ ફરિયાદ ન કરવાના કારણે જ આવા તત્વોની હિંમત ખુલે છે.

અન્ય સમાચારો પણ છે...