જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ રોડ પર આવેલી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં બે કંપનીઓએ ઉભા કરેલા મોબાઇલ ટાવરોએ મોટી સમસ્યા સર્જી દીધી છે. મંજૂરી વિના ઉભા કરાયેલા આ ટાવર દુર નહીં કરાય તો આંદોલન છેડવાની લત્તાવાસીઓએ ચીમકી આપી છે. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સામે આવેલી શાંતિનીકેતન સોસાયટીનાચ રહીશો આ વિસ્તારમાં ઉભા કરાયેલા 2 મોબાઇલ ટાવરને લીધે પરેશાન છે.
આથી અહીંના રહીશોએ કમીશ્નરને રજૂઆત કરી એવી માંગ કરી છેકે, જો આ બે મોબાઇલ ટાવરોને તાકીદે હટાવવામાં નહીં આવે તો અહીંના રહીશો ચૂંટણીનો બહિષ્કાર કે અન્ય ગાંધી ચિંધ્યા રાહે આંદોલન છેડશે. બે કંપનીઓએ કોઇપણ જાતની મંજૂરી વિનાજ અહીં ટાવર ખડકી દીધા છે. તેને લીધે બાળકોના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સલામતી જોખમાયા છે. કાયદાની ઐસીતૈસી કરી કરાયેલી આ કામગીરી સામે તત્કાળ મનાઇ હુકમ આપવા કમીશ્નનરને રજૂઆત કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.