તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેટવર્કની રાહ:ગીર ગઢડાના જસાધાર ગીર ગામમાં વાવાઝોડાના એક મહિના બાદ પણ મોબાઈલ નેટવર્ક ઠપ્પ, સૌથી વધુ વિદ્યાર્થીઓ પરેશાન

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જસાધાર ગીરમાં એક મહિનાથી મોબાઈલ નેટવર્ક ઠપ્પ - Divya Bhaskar
જસાધાર ગીરમાં એક મહિનાથી મોબાઈલ નેટવર્ક ઠપ્પ
  • ગામમાં હાલ 100 વિદ્યાર્થીઓ ઘરે રહી ઓનલાઈન અભ્યાસ કરે છે

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જસાધાર ગીર ગામમાં તાઉ-તે વાવાઝોડાના કારણે ખોરવાયેલું મોબાઈલ નેટવર્ક આજે એક મહિના બાદ પણ પૂર્વવત નથી થયું. 750ની વસતી ધરાવતા ગામમાં એક મહિનાથી મોબાઈલ નેટવર્ક ઠપ્પ હોવાથી ગ્રામજનોની સાથે ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે.

ઈન્ટરનેટના અભાવે ઓનલાઈન અભ્યાસને અસર
જિલ્લાના ગીરગઢડા તાલુકાના જસાધાર ગીર ગામમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 100 આસપાસ હોય, જેમાંથી ઘણા ધોકડવા, ભાચા, ઉનાની સ્કૂલો, હાઈસ્કૂલો અને કોલેજોમાં એડમિશન લીધેલ છે. હાલ કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓ વિવિધ એપ્લિકેશન અને લિંકના આધારે ઘરે રહી ઓનલાઈન ભણવાનો પ્રયત્ન પણ કરતા હોય, પણ ખાટલે મોટી ખોટની જેમ મોબાઈલના ટાવર કે નેટવર્ક પકડાતુ ન હોય ત્યાં ઈન્ટરનેટ પકડાવાનું તો સપના જોવા જેવું બની ગયું છે.

વાવાઝોડાએ કહેર વર્તાવયા બાદ જસાઘર ગામની હાલત
વાવાઝોડાએ કહેર વર્તાવયા બાદ જસાઘર ગામની હાલત

ઊંચાઈ પર ઉભા રહે તો જ નેટવર્ક મળે!
તો ઘણી વખત હવાના ઝોકાની જેમ ટાવર પકડાઈ જાય તો વાત થઈ શકે છે. નહીં તો ગ્રામજનોને ઘરની બહાર નીકળી ઉંચાઈવાળી જગ્યાએ જઈ વાત ક૨વા લોકો પ્રયત્ન કરતા રહે છે. નાના મોટા શહેરોમાં જેમ મોટી મોબાઈલ કંપનીઓ બિઝનેશમાં હરીફાઈ કરતા હોય તેમ ટાવરો ખડકી રહ્યા છે. તો આ નાનકડા જસાધાર ગીર ગામમાં પણ વિધાર્થીઓના ભાવિ અને ગ્રામજનોની કનેક્ટિવિટી જળવાઈ રહે તે માટે મોબાઈલના નેટવર્ક અને ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, વાવાઝોડાના કહેર બાદ તંત્ર પ્રભાવિત ઉના અને ગીરગઢડા પંથકના ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં વીજ પુરવઠો, પાણી જેવી પ્રાથમીક સુવિધા પૂરી પાડવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. તેવા સમયે આજના આધુનિક યુગમાં સૌ કોઈ માટે જરૂરી બની ગયેલ મોબાઈલ ના નેટવર્ક બાબતે જશાધર ગીર ગામના લોકોની વેદનાને વાચા આપી નેટવર્ક તાત્કાલીક પૂર્વવ્રત કરાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...