જૂનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરમાં રહેતા અને હાલ ગોંડલ આર્મી કેમ્પ ખાતે એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા જવાન અને તેની પત્નીનો મોબાઈલ કોઈએ હેક કરીને તેમાં રહેલા પર્સનલ ડોક્યુમેન્ટ, ફોટા સહિતના ડેટા ડીલીટ કરીને મોબાઈલ બ્લોક કરી દીધાની ઘટના સામે આવી છે. આ અંગે જવાને ફરીયાદ કરતા પોલીસે સાયબર મારફત તપાસ કરાવતા જે અંગે આ કૃત્ય પાછળ તેના કાકાનો દિકરો હોવાનું સામે આવતા તેની સામે પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એસઆરપી જવાન સુરેશ નારણભાઈ ચુડાસમાએ જીજ્ઞેશ રામજી ચુડાસમા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવેલ કે, ત્રણ વર્ષ પહેલા સુરેશભાઈ માંગરોળ મરીન સેક્ટર ખાતે મરીન કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેઓ ત્યાં રહેતા હતા. તેમના લગ્ન બાદ ગત તા.18 ઓગસ્ટ 2021 ના રોજ પોતાની વાડીએ હતા. તેવા સમયે તેના કાકાનો દિકરો જીજ્ઞેશ અવાર નવાર ઘરે આવતો જેના લીધે પત્ની સાથે સંબંધ હોવાની શંકા જતા જે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો અને સુરેશભાઈની પત્ની રીસામણે જતી રહી હતી. બાદમાં સુરેશભાઈની નોકરી ગોંડલ ખાતે હતી. આ અરસામાં તેમના અને તેની પત્નીના મોબાઈલ ફોનમાં ગુગલ જીમેલ આઈડી પર્સનલ એકાઉન્ટ હતા.
તેમાંથી કોઇપણ રીતે બંન્નેની જાણ બહાર પાસવર્ડની ચોરી કરી જરૂરી ડોક્યુમેન્ટ, ફોટાઓ, રેકોર્ડીંગ, ઈલેક્ટ્રોનીક રેકર્ડની પર્સનલ માહિતી ડીલીટ કરી બંન્નેના ફોન બ્લોક કરી નાખ્યા હતા. જે અંગે ફરીયાદ બાદ પોલીસે સાયબર પોલીસ મારફ્ત તપાસ કરવાતા જીજ્ઞેશ રામજી ચુડાસમાનું નામ સામે આવતે અંતે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.