તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • MLA Vimal Chudasmano Alleges Inadequate Facilities At Veraval Kovid Hospital, Saying, "If Timely Facilities Had Been Provided, The Situation Would Not Have Worsened Today."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:વેરાવળ કોવિડ હોસ્પિટલમાં અપૂરતી સુવિધા હોવાનો ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્ષેપ, કહ્યુ-'સમયસર સુવિધા પૂરી પાડી હોત તો આજે સ્થિતિ વણસી ના હોત'

વેરાવળએક મહિનો પહેલા
 • સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હોસ્પિટલની મુલાકાત લીધી
 • 'હોસ્પિટલમાં તબીબની ખાલી જગ્યા ભરવા વિધાનસભામાં રજૂઆતો કરી હોવા છતા સરકારે ધ્યાન ના આપ્યું'

વેરાવળમાં કાર્યરત જીલ્‍લાકક્ષાની સિવિલની કોવિડ હોસ્‍પીટલમાં ઓકસીજનની કમી અને જરૂરી સુવિઘાના અભાવ અંગે સામે આવેલા અહેવાલો અને લોકફરીયાદો વચ્‍ચે આજે સોમનાથના કોંગી ઘારાસભ્‍ય વિમલ ચુડાસમાએ હોસ્‍પીટલની મુલાકાત લઇ અઘિકારીઓ પાસેથી સારવાર અને એડમીટ દર્દીઓની વિગતો જાણી હતી. જેમાં છેલ્‍લા 16 દિવસમાં હોસ્‍પીટલમાં 39 થી વધુ દર્દીઓના મૃત્યુ ગયા હોવાના ઘટસ્ફોટ સાથે અમુક બેડો ખાલી હોવા છતાં ઓક્સીજનના અભાવે સિમિત સંખ્યામાં જ દર્દીઓને સારવાર આપી શકાતી હોવાથી દર્દીઓ વેઇટીંગમાં હોવાનો ચોકાવનારી વિગતો હોસ્‍પીટલના અઘિકારીઓ પાસેથી સાંભળી ઘારાસભ્‍ય ખુદ ચોકી ઉઠયા હતા. આ પરિસ્‍થ‍િતિ માટે રાજય સરકાર અને આરોગ્‍ય મંત્રી જવાબદાર હોવાનો આક્ષેપ ઘારાસભ્‍યએ કરેલ હતો.

વેરાવળની કોવિડ હોસ્‍પીટલની મુલાકાત અંગે સોમનાથના કોંગી ઘારાસભ્‍ય વિમલ ચુડાસમાએ જણાવેલ કે, અત્રેની સિવીલ હોસ્‍પીટલમાં એમ.ડી. જેવા નિષ્‍ણાંત તબીબોની નિમણુંક કરવા, સીટી સ્‍કેન મશીન મુકવા જેવી દર્દીઓને જરૂરીયાતની સુવિઘા વઘારવા તાજેતરમાં વિઘાનસભાના સત્ર દરમ્‍યાન જ રાજય સરકાર અને આરોગ્‍ય મંત્રીને લેખિત-મૌખીક રજુઆતો કરી હતી.

હોસ્‍પીટલ અઘિક્ષક પાસેથી માહિતી મેળવતા ઘારાસભ્‍ય
હોસ્‍પીટલ અઘિક્ષક પાસેથી માહિતી મેળવતા ઘારાસભ્‍ય

હાલ કોરોના મહામારીનો સમય ચાલી રહયો હોવાથી હોસ્‍પીટલમાં વહેલી તકે ખુટતી તમામ સુવિઘાઓ પુરી પાડવા માંગણી કરી હતી. તેમ છતાં સરકાર અને મંત્રીએ કોઇ ઘ્‍યાન ન આપ્‍યુ હોવાથી હાલ ગીર સોમનાથના દર્દીઓ પરેશાની ભોગવી રહયા છે. આજની મુલાકાતવેળાએ હોસ્‍પીટલના અઘિક્ષક ડો.પરમાર પાસેથી જાણવા મળયા મુજબ છેલ્‍લા 16 દિવસમાં જ 39 થી વઘુ દર્દીઓના મૃત્‍યુ થયા છે. હોસ્‍પીટલમાં 100 બેડની સુવિઘા હોવા છતા ઓકસીજનની કમીના કારણે સિમિત સંખ્‍યામાં દર્દીઓને સારવાર આપી શકાય તેવી સ્‍થ‍િતિ છે. હાલ હોસ્‍પીટલમાં 75 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને અમુક દર્દીઓ વેઇટીંગમાં છે. ઓકસીજનની કમી હોવાના કારણે બેડ ખાલી હોવા છતાં નવા દર્દીઓને એડમીટ કરી શકાતા નથી.

વોર્ડમાં જઇ દર્દીઅો પાસેથી સારવારની માહિતી મેળવતા ઘારાસભ્‍ય
વોર્ડમાં જઇ દર્દીઅો પાસેથી સારવારની માહિતી મેળવતા ઘારાસભ્‍ય

વઘુમાં ઘારાસભ્‍યએ જણાવેલ કે, ગત વર્ષે કોરોનાકાળના સમયથી વેરાવળની જીલ્‍લાકક્ષાની કોવિડ હોસ્‍પીટલમાં ખુટતી સુવિઘા પુરી પાડવા લેખીત-મૌખીક રજુઆતો કરવા છતા આજદીન સુઘી જવાબદાર આરોગ્‍ય મંત્રીએ કોઇ કાર્યવાહી કરી હોય તેવું જણાતુ નથી. જેના કારણે સોમનાથ જીલ્‍લાની પ્રજાને કોરોનાની સારવાર માટે વલખા મારવા પડી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો