• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • MLA Vimal Chudasama Submits Written Representation To Energy Minister To Provide Electricity To Farmers Of Somnath And Chorwad During Day Instead Of Night

ધારાસભ્યનો પત્ર:સોમનાથ અને ચોરવાડના ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવા MLA વિમલ ચુડાસમાએ ઉર્જામંત્રીને લેખિત રજૂઆત કરી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગી ઘારાસભ્‍ય - Divya Bhaskar
કોંગી ઘારાસભ્‍ય
  • રાત્રે વીજળી અપાતી હોવાથી વન્‍યપ્રાણીઓના હુમલનો ખેડૂતોને ભય રહે છે

સોમનાથ પંથકના સબસ્ટેશનના 30 ફીડરો અને ચોરવાડ સબ સ્ટેશનના 29 ફીડરોમાં તાત્કાલિક ધોરણે 'પ્રધાનમંત્રી કિસાન સૂર્યોદય યોજના' અંતર્ગત દિવસના વીજળી આપવા સોમનાથના કોંગી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ ઉર્જામંત્રીને લેખિત રજૂઆત સાથે માંગણી કરી છે. જેમાં અમારા વિસ્‍તારના તાલુકામાં દિપડા જેવા હિંસક પ્રાણી આંટફેરા કરતા હોવાથી રાત્રીના ખેડૂતોને પીયત માટે જવું જોખમભર્યુ રહે છે. જેથી સત્‍વરે દિવસમાં 8 કલાક વિળી મળી રહે તેવો આદેશ કરવા જણાવ્યું છે.

વીજળીની કટોકટી વચ્‍ચે વિજ વિભાગ દ્રારા ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે શરૂ કરેલી પ્રધાનમંત્રી કિસાન સર્વોદય યોજનામાં ફેરફાર કરી ખેડૂતોને દિવસના બદલે રાત્રીના વીજળી આપવાનું શરૂ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ત્‍યારે ખેડૂતોની લાગણી સરકાર સુધી પહોંચાડવા માટે સોમનાથના કોંગી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ ઉર્જામંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કિસાન સુર્યોદય યોજના' અમલમાં મૂકી ખેડૂતોને દિવસ દરમ્‍યાન પિયત કરવા આઢ કલાક દરરોજ વીજળી આપવામાં આવતી હતી. પરંતુ છેલ્‍લા ઘણા દિવસોથી ગીર સોમનાથના તમામ તાલુકા તથા પાડોશના જુનાગઢ જિલ્લાના તાલુકાઓ સહિત રાજ્યભરમાં ઉપરોક્ત યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમ્‍યાન અપાતી મળતી વીજળી બંધ કરી દઇ રાત્રીના આપવાનું શરૂ કર્યું છે. જે નિર્ણયના લીધે ખેડૂતો પર વન્‍યપ્રાણીના હુમલાનું જોખમ વઘતુ હોવાથી નારાજગી વ્યાપી છે.

સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અમુક તાલુકાઓના ઘણા ગામો ગીર જંગલ વિસ્તાર આસપાસ આવેલા છે. હાલ ખેડૂતોએ શિયાળુ પાકોનું વાવેતર કર્યું હોવાથી પાકોને પીયત માટે પાણી પીવડાવું પણ જરૂરી હોય છે. એવા સમયે દિવસના બદલે રાત્રીના સમયે વીજળી અપાતી હોવાથી મજબુરીવંશ ખેડૂતોને રાત્રીના સમયે ખેતરોમાં પીયતની કામગીરી અર્થે જવું પડે છે.

રાત્રીના સમય દરમ્‍યાન સિંહ, દિપડા જેવા જંગલી પ્રાણીઓના હુમલા ભય ખેડૂતોને સતાવે છે. કારણ કે, ગીર જંગલ વિસ્‍તાર નજીક હોવાથી વન્‍યપ્રાણીઓ ખેતરોમાં લટાર મારતા અને હુમલા કર્યાની ઘટના છાશવારે બનતી હોય છે. જે ભયના લીઘે આ વિસ્તારના ખેડૂતો રાત્રી દરમયાન પિયત કરી શકતા નથી. જેના કારણે નિયમિત પિયત ન થવાથી પાકોને પણ નુકશાન થવાની ભિતી સર્જાશે. જે ન થાય તે માટે સોમનાથ વિસ્તારના સબસ્ટેશનોના 30 ફીડરો અને જુનાગઢના ચોરવાડ સબ સ્ટેશનના 29 ફીડરોમાં તાત્કાલીક ધોરણે 'પ્રધાનમંત્રી કિશાન સૂર્યોદય યોજના' અંતર્ગત દિવસ દરમ્‍યાન વીજળી આપવા માંગણી છે. જેથી કરીને ખેડૂતો દિવસ દરમ્‍યાન પીયતની કામગીરી કરી શકે તેવું અંતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...