તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • MLA Harshad Ribadia Demanded An Inquiry Into The State Government's Purchase Of Masks At A Higher Price Than The Market Price During The Koro Epidemic.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:કોરોના મહામારી દરમિયાન રાજ્ય સરકારે બજાર કિંમત કરતા ઊંચી કિંમતે માસ્કની ખરીદી કરતા ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ તપાસની માગ કરી

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • '5 રૂપિયામાં મળતા N-95 માસ્કની 180ના ભાવે ખરીદી કરવામા આવી'
 • '1 રૂપિયામા મળતા થ્રી લેયર માસ્કના 20 રૂપિયા ચુકવાયા'

ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન સરકારે કરેલી માસ્કની ખરીદીને લઈ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ સવાલ ઉઠાવ્યા છે. વિધાનસભામાં માંગેલી માહિતી મુજબ રાજ્ય સરકારે N-95 અને થ્રીલેયર મળી કુલ 5 કરોડ 3 લાખ નંગ માસ્કની ખરીદી કરી છે. જેની પાછલ રાજ્ય સરકારે 41 કરોડ 29 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો ખુલાસો થયો છે.

ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું માનીએ તો, સરકારે કેરળની એક કંપની પાસેથી N-95 માસ્કની ખરીદી 180 રૂપિયાના ભાવે કરી છે જે માસ્ક ખરેખર બજારમાં 5 રૂપિયામાં મળે છે. જ્યારે 1 રૂપિયામાં મળતું થ્રી લેયર માસ્કના પણ સરકારે 20 રૂપિયા ચૂકવ્યા હોવાનો હર્ષદ રીબડિયાએ દાવો કર્યો છે.

ધારાસભ્ય હર્ષદ રિબડીયા
ધારાસભ્ય હર્ષદ રિબડીયા

આટલી ઊંચી રકમની ચૂકવણી કરી માસ્કની ખરીદી કરવામા આવી હોવા ધારાસભ્યએ કૌભાંડની આશંકા વ્યકત કરી છે. સાથે સરકાર આ મામલે યોગ્ય તપાસ કરે તેવી પણ માગ કરી છે.

રાજ્ય સરકારે અત્યાર સુધી તબક્કાવાર માસ્કની ખરીદી કરી છે તે અલગ અલગ કંપનીઓને અલગ અલગ ભાવથી ખરીદી કરી હોવાનો ખુલાસો થયો છે. સરકારે કુલ 21 કંપનીઓ પાસેથી 4,50,99,700 નંગ થ્રી લેયર માસ્ક ખરીદ કર્યા છે. જેમાં 6.25 લાખ માસ્ક રૂ.20 લેખે, 7.50 લાખ માસ્ક રૂ.8 તથા રૂ.9 લેખે તેમજ 2.50 લાખ માસ્ક 0.80 પૈસા લેખે ખરીદ કર્યા છે. થ્રી લેયર માસ્ક ખરીદી માટે 28,35,97,285 રૂપીયા તેમજ એન-95 માસ્ક 52,12,500 નંગ ખરીદ કરવામાં આવ્યા છે. તેમાંથી 12,500 નંગ માસ્ક રૂ.180 લેખે જયારે 4 લાખ માસ્ક રૂ.49 લેખે જેવા ભાવે ખરીદાયા છે. એન-95 માસ્ક માટે 12,93,89,500 રૂપીયા ખર્ચાયા છે. આમ એન-95 અને થ્રીલેયર માસ્‍ક મળી કુલ 5,03,12,200 માસ્ક માટે સરકાર દ્વારા રૂ.41,29,86,785 રકમ ચુકવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો