તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:વેરાવળના નાવદ્રા અને ચોરવાડના 66 કેવી સબસ્ટેશનોને દરિયાઈ ખારાશ લાગે તે પહેલા ચાલુ કરવા ધારાસભ્યની માંગણી

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ઉર્જા મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરાઇ

વેરાવળ તાલુકાનાં નાવદ્રા ખાતે તેમજ ચોરવાડ ખાતે આવેલા 66 કે.વી. સબ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઇ ગયેલી છે. અને આ બન્ને સબ સ્ટેશન દરીયા કિનારે આવેલા છે. તેથી દરીયાઇ ખારાશ લાગે તે પહેલા તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટે સોમનાથના ધારાસભ્યએ ઉર્જા મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરેલી છે.

તાત્કાલિક સબ સ્ટેશનો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી

સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ ઉર્જા મંત્રીની રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરેલી છે. જેમાં જણાવેલુ કે, વેરાવળ તાલુકાનાં નાવદ્રા ખાતે તથા ચોરવાડ ખાતે આવેલ 66 કે.વી. સબ સ્ટેશનનું કામ ઘણા સમયથી પૂર્ણ થયેલો હોવા છતાં હજુ બંધ હોવાથી તાત્કાલીક ચાલુ કરવા માંગણી છે. આ બન્ને સબ સ્ટેશનનું કામ ઘણા સમય પહેલા પૂર્ણ થયેલુ છે. પરંતુ હજુ બંધ સ્થિતિમાં કેમ છે તે સમજાતું નથી. આ અંગે ગત વિધાનસભા સત્ર દરમ્યાન પણ ધ્યાન દોરેલ પરંતુ હજુ સુધી બન્ને સબ સ્ટેશનો ચાલુ કરવામાં આવેલા નથી.

40 થી 50 ગામડાઓના ખેડૂતોને લાભ મળશે

આ બંન્ને 66 કે.વી. સબસ્ટેશનો દરીયા કિનારે આવેલા હોવા ઉપરાંત ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી તથા વીજ પોલ મેઘલ નદીની ઉપરથી અને નજીકથી પસાર થતાં હોવાથી ભંગાર થઇ શકે તેમ છે. તેમજ ચોમાસાની સીઝન નજીક હોવાથી જો નદીઓમાં પાણી ભરાઇ જશે તો ફરીથી એક વર્ષ બન્ને સબ સ્ટેશનનું કામ થઇ શકશે નહીં. જેથી ચોમાસાની સીઝન પહેલા ચાલુ થઇ જાય તો બન્ને સબ સ્ટેશનની આજુબાજુના આશરે 40 થી 50 ગામડાઓના ખેડૂતોને લાભ મળશે. સાથે રહેણાક વિસ્તારોમાં પણ અવાર નવાર ખોરવાતા વીજ પુરવઠાની સમસ્યાનું નિરાકરણ આવશે. જેથી સત્વરે બન્ને 66 કે.વી. સબસ્ટેશનો ચાલુ કરવા માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...