વેરાવળના ભીડીયા વિસ્તારમાં એક બંધ જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતા ખારવા સમાજના એક બાળકનું મૃત્યુ નીપજેલ જયારે બે બાળકોને ગંભીર ઇજાઓ થયેલ હતી. આ ઘટના અંગે સોમનાથના ધારાસભ્યએ પરિવારજનોની મુલાકાત લઇ તમામ બાળકોને આર્થિક રીતે સહાય આપવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરેલ છે અને શહેરમાં જર્જરીત બાંધકામોને ઉતારી લેવા માટે નગરપાલિકાને ટકોર કરેલ છે.
ચાર દિવસ પહેલા વેરાવળના ભિડીયા વિસ્તારમાં રમી રહેલ ત્રણ બાળકો ઉપર જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા ધનંજય આંજણી ઉ.વ.12 નું મૃત્યુ નીપજેલ જયારે દક્ષિત આંજણી, ઉ.વ.7 તથા હેમેશ અમરિક ગોહેલ ઉ.વ.12 ને ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે. આ ઘટનાની જાણ થતા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા હોસ્પિટલે દોડી જઈ બાળકોના પરીવારજનોને સાંત્વના આપી હતી. માછીમારી કરતા ત્રણેય બાળકોના પરીવારોને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે તેમજ વેરાવળ-પાટણ તથા ભીડીયા વિસ્તારમાં જર્જરિત બાંધકામોને ઉતારી લેવા માટે નગરપાલિકાને ટકોર કરી હતી.
આ ઘટના અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવેલ કે બાળકોના પરિવારજનોની આર્થિક પરિસ્થિતી નબળી હોય જેથી ઇજાગ્રસ્ત બાળકોની સારવાર માટે તેઓના પરિવારજનો ખર્ચ ઉઠાવી શકે તેવી પરિસ્થિતિ ન હોય તેમજ મૃત્યુ પામેલ બાળકના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાથી ફંડ ચૂકવવામાં આવે તે માટે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરી યોગ્ય સહાય આપવા માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.