રજુઆત:જીવદયા પ્રેમીઓ તથા એનજીઓને સાથે રાખી જંગલમાં સર્વે કરવા ધારાસભ્ય દ્વારા વનતંત્રના અગ્રસચિવને માંગ કરાઇ

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાના કારણે વૃક્ષો પડવાથી વન્ય પ્રાણીઓને ઈજા અથવા મોત થયાની શક્યતા

જૂનાગઢના તાલાલામાં ગત સપ્તાહ દરમ્યાન આવેલા વાવાઝોડાના કારણે અસંખ્ય વૃક્ષોનો સોથ વળી ગયો છે. જંગલમાં વૃક્ષો પડવાથી માલધારીઓના પશુઓને ઈજા થઈ છે. આ બાબત પરથી જંગલમાં રહેતા વન્ય પ્રાણીઓના મોત થયાની તેમજ ઈજાગ્રસ્ત બન્યાની શક્યતા છે. આ મામલે જીવદયા પ્રેમીઓ તેમજ એન.જી.ઓ.ને સાથે રાખી જંગલમાં સર્વે કરવામાં આવે એવી માંગ સાથે ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા વનતંત્રના અગ્રસચિવને રજૂઆત કરવામાં આવી છે.

વન્યપ્રાણીઓ જીવ બચાવવા માટે વૃક્ષ નીચે આશરો લેતા હોય છે

ગયા અઠવાડીયે આવેલા વાવાઝોડા અને ભારે વરસાદના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. અનેક વીજપોલ પડી ગયા હતાં. આ વાવાઝોડામાં જંગલમાં રહેતા માલધારીઓના નેશના નળીયા, પતરા ઉડી ગયા છે. અને આ નળીયા પતરા તેમજ વૃક્ષો સાથે પડતા પશુઓ ઈજાગ્રસ્ત થયા છે. જંગલ વિસ્તારમાં સેંકડો વૃક્ષ પડી ગયા છે.

વન્ય જીવોના મોત થયાની તેમજ ઈજાગ્રસ્ત થયાની શક્યતા

વન્યપ્રાણીઓ પોતાનો જીવ બચાવવા માટે વૃક્ષ નીચે આશરો લેતા હોય છે. તે સમયે ઝાડ પડવાથી અનેક વન્ય જીવોના મોત થયાની તેમજ ઈજાગ્રસ્ત થયાની શક્યતા છે. આવી કેટલા વન્ય પ્રાણીઓ ઈજાગ્રસ્ત થયા છે. અને કેટલા મૃત્યુ પામ્યા છે. તેનો ચોક્કસ આંકડો મળે તે માટે વનતંત્રદ્વારા જીવદયા પ્રેમીઓ તેમજ એન.જી.ઓ.ને સાથે રાખી જંગલ વિસ્તારમાં સર્વે કરવામાં આવે એવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...