તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બવેડી ઋતુ:સવારે 93 ટકા ભેજ સાથે ઝાકળવર્ષા, બપોર 40 ડિગ્રી સાથે અગનવર્ષા

જૂનાગઢ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
માર્ગો પર ધૂમ્મસ છવાતા દૂર દૂર સુધી વાહનો નજરે પડતા ન હતા. - Divya Bhaskar
માર્ગો પર ધૂમ્મસ છવાતા દૂર દૂર સુધી વાહનો નજરે પડતા ન હતા.
 • જૂનાગઢવાસીઓ બવેડી ઋતુનો કરી રહ્યાં છે અનુભવ

જૂનાગઢમાં આકરી ગરમી પડી રહી છે. પરંતુ વહેલી સવારે ઝાકળ વર્ષાથી લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. સવારે વાતાવરણમાં 93 ભેજનાં કારણે ઝાકળ વર્ષા થઇ હતી. જયારે બપોરે 40.3 ડિગ્રી તાપમાનનાં કારણે અગનવર્ષા થઇ હતી.ઉનાળાએ તેનો અસલી મીજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનાનાં અંતમાં અને અેપ્રિલ મહિનાની શરૂઆવતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો,જેના કારણે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. બીજી તરફ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા ઠંડક રહે છે.

જૂનાગઢમાં છેલ્લા કેટલા દિવસથી આ પ્રકારનું વાતાવરણ રહ્યું છે. જૂનાગઢમાં મંગળવારે સવારે ભેજનું પ્રમાણ 93 ટકા રહ્યું હતું. જ્યારે બપોરનાં ભેજનું પ્રમાણ ઘટીને 17 ટકા થઇ ગયું હતું. સવારે ભેજનાં પ્રમાણ સાથે ઝાકળ વર્ષા પણ થઇ હતી. રસ્તા પર દુર સુધી નજર પણ પહોંચતી ન હતી. આ ઉપરાંત બપોરે ગરમીનો પારો 40.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. અાકાશમાંથી અગનવર્ષા થતા લોકોએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. કૃષિ યુનિવર્સિટીનાં હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ જૂનાગઢમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું હતું અને પવનની ઝડપ 5.4 કિમી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો