ફરિયાદ:જૂનાગઢ પંથકના ઇવનગર ગામની સગીરા પર દુષ્કર્મ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારજનોને જાણ થતાં 1 શખ્સ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ પંથકના ઇવનગર ગામે રહેતાં એક પરિવારની સગીરાને એક શખ્સે બે વર્ષ પહેલાં લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ, જૂનાગઢ પંથકના ઇવનગર ગામે રહેતાં એક પરિવારની સગીરવયની પુત્રીને મયુર મનસુખ સોંદરવા નામના શખ્સે બે વર્ષ પહેલાં લગ્નની લાલચ આપી હતી.

બાદમાં પ્રેમજાળમાં ફસાવી હતી અને 16 ઓગષ્ટ 2020 થી ડિસેમ્બર 2021ના સમયગાળા દરમિયાન મયુરે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની જાણ પરિવારજનોને થતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને આ શખ્સ વિરૂદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...