જાનથી મારી નાંખવાની ધમકી:વિસાવદર પંથકના કાનાવડલાની સગીરા પર દુષ્કર્મ આચર્યું, ફરિયાદ

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શોભાવડલા-લશ્કરના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ'તી

વિસાવદર પંથકના કાનાવડલા ગામે રહેતાં એક પરિવારની સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. તેમજ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વિસાવદર તાલુકાના કાનાવડલા ગામે રહેતાં એક પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ, વિસાવદર પંથકના શોભાવડલા ગામે રહેતો અક્ષય વિઠ્ઠલભાઈ રાણવા નામના શખ્સે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ધાક-ધમકીઓ પણ આપતો હતો. આ ઉપરાંત સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. અને પરિવાર ને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં અક્ષય વિરૂદ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.વધુ તપાસ એન.એ શાહ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...