તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રીનો પ્રવાસ:કોરોના બાબતે લોકજાગૃતિ લાવવા મંત્રી જવાહર ચાવડા 42 ગામડાની મુલાકાત કરશે

માણાવદર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના અંગે ગ્રામજનોને તકેદારી રાખવા અને રસીકરણ બાબતે જાગૃત કરશે

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ અને તકેદારી વઘારવાના ભાગરૂપે તથા કોરોના રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર રાજય સરકારના મંત્રી એવા માણાવદર વિઘાનસભાના પ્રતિનિઘિ જવાહરભાઇ ચાવડાએ આજથી ત્રણ દિવસ સુઘી માણાવદર તાલુકાના 42 ગામોની મુલાકાતે જવાના પ્રવાસની શરૂઆત કરી છે.

ગ્રામજનોને માર્ગદર્શન અાપતા મંત્રી જવાહર ચાવડા
ગ્રામજનોને માર્ગદર્શન અાપતા મંત્રી જવાહર ચાવડા

માણાવદર શહેર અને પંથકના સ્થાનીક પ્રશ્નોની સતત ચિંતા કરતા મંત્રી જવાહરભાઈ ચાવડા તેમના વિસ્‍તારના ગામોના સરપંચો, કાર્યકરો અને આગેવાનો સાથે સતત સંપર્કમાં રહી પ્રજાના પ્રશ્નોનું સચોટ અને સીધું નિરાકરણ અસરકારક રીતે થાય એ માટે હર હંમેશ સક્રીય રહેતા જોવા મળે છે. ત્યારે આજથી શરૂ થયેલા પ્રવાસનો હેતુ હાલની કોરોનાની મહામારીને ધ્યાને રાખી સ્થાનિક લોકો વધુને વધુ રસીકરણ કરાવે તે અંગેની જાગૃતિ લાવવા સાથે સંક્રમણ ન ફેલાઈ તે માટે લોકો ગાઇડલાઇન્‍સનું ચુસ્‍ત પાલન કરે તે એક માત્ર ઉદેશ હોવાનું જાણવા મળેલ છે.

આજે મંત્રી જવાહરભાઇ ચાવડાએ પંથકના દગડ, ભાલેચડા, વેળવા, ઉટડી, શેરડી, ભીંડોરા,ગણા, ઇન્દ્રા, જીલાણા, બુરી, લીંબુડા, વડા, વેકરી અને સરાડીયા ગામની મુલાકાત લઇ કોરોના રસીકરણ અંગે લોકોને માર્ગદર્શન આપી પોતાને અને પરીવારને કોરોનાથી સુરક્ષીત રાખવા તકેદારી રાખવા અપીલ કરી હતી.

ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચાલતી વેકસીનેશનની કામગીરીનું મંત્રીએ નિરીક્ષણ કરેલ
ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચાલતી વેકસીનેશનની કામગીરીનું મંત્રીએ નિરીક્ષણ કરેલ

મંત્રી તા.9 ને શુક્રવારે નાંદરખા, કોઠારિયા, મીતડી, માંડોદરા, કોઠડી, કોયલાણા,મટીયાણા, આંબલીયા, પાદરડી, વડાળા, ભીતાણા, સીતાણા, નાનડીયા, નાકરા, ખખાવીની, તા.10 ને શનિવારે નરેડી, બોડકા, પીપલાણા, સારંગપીપળી, કતકપરા, ગળવાવ, સણોસરા, રોણકી, જાંબુડા, સરદારગઢ, જીંજરી, થાનીયાણા, ચુડવા, ખડીયા અને તા.11 ને રવિવારે સુલતાનાબાદ, એકલેરા, થાપલા, સમેગા, કોડવાવ, દડવા, રફાળા, ભલગામ, પાજોદ, મરમઠ, દેશીંગા, ચીખલોદ્રા, વાડાસડા ગામોની મુલાકાત લેશે. મુલાકાતવેળાએ મંત્રી ગામના પદાઘિકારીઓ અને આગેવાને મળી ચર્ચાઓ કરી માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો