તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢના નજીકના પ્લાસવા ગામેથી જૂનાગઢ ખાણ ખનીજ વિભાગે 25 લાખની ખનીજ ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડી છે. આ અંગે મળતી વિગત મુજબ પ્લાસવા ગામે ભૂસ્તરશાસ્ત્રીસુમિત ચૌહાણની સૂચનાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ડ્રોન ઉડાડી ચેકીંગ કરતા ખનીજ ચોરી થતી હોવાનું નજરે પડ્યું હતું. બાદમાં ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી લાઇમ સ્ટોન, જેસીબી નંબર જીજે 11 બીજે 1310 અને ડમ્પર નંબર જીજે 03 બીડબલ્યુ 9498 સહિતનો 25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દરમિયાન ખનીજ ચોરી અંગેનો દંડ ભરવો પડશે. જો દંડ ભરવામાં નહિ આવેતો ખનીજ ચોરો સામે અેફઆઇઆર કરવામાં આવશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.