તંત્ર દ્વારા અનુરોધ:લીલી પરિક્રમાના રૂટ પર દૂધ વેચાણના ભાવ નક્કી કરાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા કલેકટરની અપીલ

ગિરનારની લીલી પરિક્રમાના રૂટ ઉપર જુદા જુદા કુલ 26 સ્થળો પર દૂધ વિતરણ કેન્દ્રો ઉભા કરાયા છે. ભાવિકો પાસેથી દૂધ માટે વધુ પૈસા વસૂલ કરવામાં ન આવે તે માટે શ્રદ્ધાળુઓના હિતમાં પરિવહન દરને ધ્યાનમાં રાખી દૂધના ભાવ પૂર્વ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે મુજબ પરિક્રમાના 26 દૂધ વિતરણ કેન્દ્ર પર 500 મિ.લી. દૂધના પેકેટ પર એમઆરપી + રૂા. 2 પરિવહન દર મુજબ વધારે ચૂકવવાના રહેશે. ઉપરાંત કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ઓઇલ માર્કેટિંગ કંપનીના નિયત બિલમાં દર્શાવેલ એમઆરપી મુજબ મળશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી જણાવ્યું છે.

ગિરનારની લીલી પરિક્રમામાં દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ-બોટલનો ઉપયોગ ન કરવા જિલ્લા કલેક્ટર રચિત રાજે અપીલ કરી છેે. ગિરનાર પરિક્રમા દરમિયાન પર્યાવરણની જાળવણી થાય તે ખૂબ અગત્યનું છે. સાથે જ આ જંગલ વિસ્તારનું જતન કરવું તે દરેક નાગરિકની ફરજ પણ છે. તેના ભાગરૂપે જાહેર જનતાને પ્લાસ્ટિક સાધન સામગ્રીનો ઉપયોગ ટાળી પર્યાવરણ જતનમાં સહભાગી થવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...