આજના સમયમાં બાળકો વધુ પડતા ગેમ, ટીવી, મોબાઇલનાં વપરાશથી ડિપ્રેશન, ચિંડીયાપણાનો ભોગ બનતા હોય છે. ઘણા લોકો અલગ- અલગ માનસિક બિમારીથી પિડાતા હોય છે. આ અંગે જૂનાગઢ આનંદ સાયકિયાટ્રીક હોસ્પિટલ ડો. પ્રશાંત ડઢાણીયાએ જણાવ્યું કે, લોકો તેમજ બાળકોમાં વિવિધ પ્રકારના ડિસઓર્ડર જોવા મળે છે. ખાસ કરીને બાળકોની વાત કરીએ તો ADHD (એટેન્શન ડેફીશીટ હાયપર એક્ટિવ નામના ડિસઓર્ડર) બાળકને વિવિધ પ્રકારે નુકશાન કરે છે.
જેને કારણે બાળક એક જગ્યાએ વધુ વખત બેસી શકે નહીં, કોઈ કામ પૂરું કરે નહીં, વારંવાર ભૂલો, દોડ દોડ કરે, વધારે પડતું બોલે, એક વાત પરથી બીજી વાત પર જલદી ધ્યાન જતું રહે, વારંવાર ચિડાઈ જાય, આવી બિમારીનો ભોગ બને છે. બાળકના માનસિક વિકાસ, શૈક્ષણિક વિકાસ અને સામાજિક સંબંધો પર અસર થાય છે. જેને રોકવા યોગ્ય દવા, મનોચિકિત્સા, બિહેવિયર થેરાપીથી સારવાર થઈ શકે છે. તેમજ Bedwetting / Nocturnal Enuresis નામના રોગથી બાળક ઊંઘમાં પથારીમાં કે કપડામાં પેશાબ કરે છે.
સામાન્ય રીતે ત્રણ વર્ષ સુધીમાં બાળક પેશાબની ક્રિયા ઉપર કાબુ મેળવી શકે છે. પરંતુ જો પાંચ છ વર્ષ પછી પણ કાબુ ન મેળવે તો તે એક રોગ છે. આ તકલીફ માટે દવાથી પણ સારું થાય છે. Conduct Disorder આ પ્રકારના રોગમાં કિશોર અવસ્થામાં સામે બોલે, અપશબ્દો બોલે, વાતે વાતે જૂઠું બોલે, નશીલા દ્રવ્યોનું સેવન કરે, મૂંગા પશુ પંખીઓને કે લોકોને પજવ્યા કરે છે. જેનાથી બચવા સાઇકો થેરાપી, બિહેવિયર થેરાપીથી સારવાર થાય છે.
મોબાઈલ, ટીવી કે વિડીયો ગેમનો વધુ પડતો ઉપયોગ શરૂઆતમાં નાના બાળકને શાંત રાખવા માટે કે જમતી વખતે માતા-પિતા મોબાઈલ આપવાની શરૂઆત કરે છે. જે ધીમે ધીમે વધતી જાય છે અને ટેવમાં પરિણમે છે. આનાથી બચવા માટે બાળક નાનું હોય ત્યારે બાળકની હાજરીમાં વડીલો અને માતા- પિતાએ મોબાઈલ જોવાનું ટાળવું.
વિશ્વની 15 ટકા વસ્તી માનસિક રોગથી પિડાઇ, બે ટકા વસ્તી વધુ માનસિક રોગથી પિડાઇ છે ટ્રીટમેન્ટ જરૂરી
વિશ્વવની 15 ટકા વસ્તી માનસિક રોગથી પિડાઇ છે. અને 2 ટકા વસ્તી ગંભીર પ્રકારના માનસિક રોગથી પિડાઇ છે જેમાં ફરજીયાત ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. જ્યારે બાળકોમાં તાણ અને આંચકીઓને લીધે માનસિક નોરમલ લર્નિગ ડીસેઓબીલીટી જે મા- બાપ કે શિક્ષકને ખ્યાલબાર હોય છે. જેમાં બાળક ભણવામાં નબળું હોય, બધી બાબતથી પાછળ રહી જાય તેવું હોય છે. જો આ એક પ્રકારની બિમારી છે. જેના ભોગથી બાળકને પ્રોપર ટ્રીટમેન્ટ આપી નોરમલ બનાવી શકાય છે.
દરરોજના 50 થી 60 દર્દી વિવિધ માનસિક બીમારી વાળા આવતા હોય છે. તેમજ ગેમથી પિડીત મહિને 7 થી 8 દર્દી આવે છે. કિશોર અવસ્થામાં બાળકોને ટીવી, મોબાઇલ, ગેમને લીધે બાળકમાં ડિપ્રેશન અને આંખના રોગ થાય છે. આવી બિમારી માટે 18 વર્ષથી આશાદિપ ચેરીટેબલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિવિધ અવરનેશ કાર્યક્રમ, લેકચર વગેરે કરવામાં આવે છે. - ડો. બકુલ બુચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.