જૂનાગઢનું મેંદરડા સજ્જડ બંધ:હિન્દુ મહિલાએ જ હિન્દુ ધર્મની લાગણી દુભાવી હોવાના આક્ષેપો સાથે આજે મેંદરડા સજ્જડ બંધ

જુનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિન્દુ સમાજની લાગણી દુભાવી ખોટી પોલીસ ફરીયાદ કરી ધાર્મિક ઉત્સવ બંધ કરાવનાર વ્યકિત સામે આક્રોશ દર્શાવી આજે મેંદરડા બંધ રાખવામાં આવ્યું છે. એક દિવસ પહેલા જ મેંદરડાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે મેંદરડાની અજમેરા માર્કેટથી ઓળખાતા વિસ્તારમાં દર વર્ષે કૃષ્ણ યુવક મંડળના સભ્યો દ્વારા ગણેશ ઉત્સવ, નવરાત્રી કૃષ્ણ જન્મોત્સવ વિગેરે હિન્દુ ધર્મના વિવિધ તહેવારોની ઉજવણી કરવામા આવે છે. અને એકઠી થયેલી દાન ધર્માદા ની રકમ જરૂરીયાત મંદ લોકોને આપી માનવ સેવા કરવામા આવે છે . આ વર્ષે પણ કૃષ્ણ યુવક મંડળ દવારા નવદુર્ગા ચોકમાં ગણપતી સ્થાપન કરી સવાર સાંજ આરતી ભજન કિર્તન કરવામાં આવે છે.

હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ
તા .7/9 /2022ના રાત્રીના સમયે ગણેશ ઉત્સવ સમિતીના સભ્યો દ્વારા સમઢીયાળા મુકામે માનસીક વિકલાંગોની સંસ્થાના લાભાર્થે ફાળો એકત્રીત થાય તેવા હેતુથી તેમજ હિન્દુ સમાજના ભજન કિર્તન કરવા સમઢયાળાથી રામા મંડળ બોલાવી રામામંડળ રમાડવાનું આયોજન કરાયું હતું. જેમાં મેંદરડા તથા આસપાસના ગામોના અનેક શ્રદ્ધાળુઓ એકત્રીત થઈન ભજન કિર્તનનો લાભ લેતા હતા, પરંતુ મેંદરડા ગામના ભાજપ અગ્રણી મહિલા આગેવાન ડોલીબેન ઉર્ફે ભાવનાબેન અજમેરાએ હિન્દુ સમાજના ધાર્મિક ગણેશ ઉત્સવના જાહેર કાર્યક્રમ બંધ કરાવી કૃષ્ણ યુવક મંડળના સભ્યો તેમજ કાર્યક્રમના આયોજકો વિરૂદ્ધ પોલીસમાં ખોટી રજૂઆતો કરી ફરીયાદ દાખલ કરાવતા મેંદરડા તાલુકાના સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ હતી.

ગામ સજ્જડ બંધ
આ બાબતે મેંદરડાની જાહેર જનતા તેમજ હિન્દુ સમાજના દરેક લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડનાર ભાજપના કાર્યકર્તા ડોલીબેન ઉર્ફે ભાવનાબેન અજમેરાના વિરૂદ્ધમાં સવારના સમયથી બપોર સુધી મેંદરડા ગામ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...