તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:લૂંટેરી દુલ્હન ગેન્ગના સભ્યોએ 18 લોકોને શિકાર બનાવ્યાનું ખુલ્યું

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્નની લાલચ આપી આંબલિયાના યુવાનના 3.50 લાખ પડાવ્યા હતા
  • 2 દિવસના રિમાન્ડ પુર્ણ થતા તમામ જેલ હવાલે, વધુ કાર્યવાહી થશે

લુંટેરી દુલ્હન ગેન્ગના સભ્યોએ લગ્નની લાલચ આપી 18 લોકોને શિકાર બનાવ્યા હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આંબલીયા ગામના યુવાનને લગ્નની લાલચ આપી 3.50 લાખની છેતરપિંડી કરાઇ હતી. આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ મામલે પોલીસે 5 લોકોની અટક કરી હતી.

દરમિયાન મુખ્ય આરોપી હંસાબેન દ્વારા પોતાની દિકરી હોવાની ખોટી ઓળખ આપી ભાગ્યવતી ઉર્ફે અંજલી સાથે 18 લોકોના લગ્ન કરાવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. દરમિયાન લુંટેરી દુલ્હન ભાગ્યવતી મુળ આંધ્રપ્રદેશના શ્રીરંગરાજુપાલમ ગામની વતની હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં અંજલી ઉર્ફે ભગવતી ઉર્ફે ભાગ્યવતી ઉર્ફે ચકોની સત્ય હકિકત જાણવા કોર્ટમાં 10 દિના રિમાન્ડની માંગ કરાઇ હતી જેમાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...