તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:ભેસાણના પરબવાવડી ગ્રામ પંચાયતના સભ્ય પર હુમલો, નરેગાના કામમાં કામ કર્યા વગર હાજરી પુરવાનું કહીં ત્રણ શખ્સોએ હુમલો કર્યો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભેસાણ પોલીસ સ્ટૅશન - Divya Bhaskar
ભેસાણ પોલીસ સ્ટૅશન
  • લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી

જૂનાગઢ જિલ્લાના ભેસાણના પરબવાવડી ગામના ગ્રામ પંચાયતના સભ્ય ઉપર ગામના જ ત્રણ શખ્સોએ નરેગા યોજનાના કામમાં કામ કર્યા વગર હાજરી પુરવાનું દબાણ કરીને લોખંડના પાઈપ વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર ભેસાણ તાલુકાના પરબવાવડી ગામના ગ્રામ પંચાયતના સભ્ય ભરત ઉકા સાસીયા ઉ.39 ઉપર અહીના સુશીલ ધના, વિપુલ ધના અને ધના ભીખાએ લોખંડના પાઈપ વડે હુમલો કરીને ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોધાઇ છે. જેમાં જણાવ્યું છે કે, ગામમાં નરેગા યોજનાનું કામ ચાલે છે, જેમાં આ શખ્સોને કામ કર્યા વગર હાજરી પૂરવાનો આગ્રહ હતો પરંતુ ભરતભાઈએ કામ વગર હાજરી નહી પૂરવામાં આવે તેવું જણાવતા જેના મનદુખમાં હુમલો હોવાનું ફરિયાદમાં કરાયો જણાવાયું છે. પરબવાવડીના ગ્રામ પંચાયતમાં સભ્યો ઉપર હુમલા થયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...