નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશ ચંદ અને નીતિ આયોગના કૃષિ ક્ષેત્રના વરિષ્ઠ સલાહકાર ડો. નીલમ પટેલ તા.17 માર્ચના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે વ્યાખ્યાન આપશે. પ્રો. ચંદ દેશના જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી છે, તેઓ નીતિ આયોગના પ્રાંરભથી જ જોડાયેલા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત દરમ્યાન તેઓ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રગતિથી માહિતગાર થવાની સાથે પ્રીપેરીંગ એગ્રીકલ્ચર ફોર બેટર ન્યુટ્રીશન, સસ્ટેનીબલીટી એન્ડ રેઝીલન્સ વિષય વ્યાખ્યાન આપશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતર રાષ્ટ્રીય કક્ષાની આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ, રોબોટીકસ અને ડ્રોન લેબોરેટરીઓ બનાવવા આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઘણી તાલીમ-વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 57 જેટલા વિદ્યાર્થીઓને વિદેશોમાં તાલીમમાં મોકલવામાં આવ્યાં હતાં.આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020ને અનુરૂપ શિક્ષાશાસ્ત્રનો મિશ્રિત શિક્ષણ અને મૂલ્યાંકન માટેનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. બ્લેન્ડેડ લર્નીંગ ઝડપથી સમયની જરૂરિયાત બની રહ્યું છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શિક્ષકો પણ ડો. રમેશચંદ અને નિલમબેન પટેલ જેવા વિદ્વાનોના જ્ઞાનનો લાભ મેળવવા માટે ઉત્સુક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.