તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘસવારી:જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2 ઈંચ વરસાદમાં મનપાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી

જૂનાગઢ3 મહિનો પહેલા
મહાનગરના રસ્તો પર વરસાદી પાણીની વહેવા લાગેલ નદીઓ
  • શહેરના એમજી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન

જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે મેઘસવારી આવી પહોંચી હતી. સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં સવારે 10 થી બપોરે 2 દરમિયાન ચાર કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. અનેક વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા પ્રથમ વરસાદે જ મનપાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી હતી. પાણી ભરાવાના કારણે વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઘણા દિવસોથી જૂનાગઢવાસીઓ ભયંકર ગરમી અને બફારાનો સામનો કરી મેઘરાજા હેત વરસાવે તેવી વિનવણી કરી રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી જૂનાગઢ શહેર અને તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ આકાશમાં ઘટાટોપ કાળા ડીબાંગ વાદળો ધીમે ધીમે ઘેરાવા લાગ્યા હતા. આજે સવારથી જૂનાગઢ શહેર અને તાલુકામાં મેઘરાજાએ ધીમી ધીમી ધારે હેત વરસાવી પધરામણી કરી હતી. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 6 મીમી જેવો વરસાદ પડેલ હતો. બાદમાં 10.30 વાગ્યાથી વરસાદનું જોર વધ્યું હતું અને 2 વાગ્યા સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા મહાનગરના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા, જ્યારે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતા. જેના પગલે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડેલ હતો. જો કે, આજે આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ હોવાથી લોકોએ રાહત સાથે ખુશી અનુભવી હતી.

આજે ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ પ્રથમ ધમાકેદાર એન્ટ્રી સાથે વરસાવેલ 2 ઇંચ વરસાદે જ જૂનાગઢ મનપાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી હોય તેમ મહાનગરના એમજી રોડ સહિતના વિસ્તાર પાણી ભરાય ગયા હતા. જેને લઈ મનપાએ કાગળ પર જ પ્રિમોન્સૂન ની કામગીરી કરી હોવાનું લોકોમાં છડેચોક ચર્ચા શરૂ થઈ હતી.

પ્રથમ વરસાદમાં જ ગીરનાર પરથી ઝરણા અને ધોધ જીવંત થયા
જૂનાગઢ શહેર ઉપરાંત ગીરનાર પર પણ ધોધમાર વરસાદ વરસતા પ્રથમ વરસાદમાં જ ઝરણા અને ધોધ જીવંત થયા હતા. ગીરનાર પરથી ધોધ સ્વરૂપે પાણી વહેતાનયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. તો ગીરનારના પગથીયાં પરથી પણ ઝરણાની માફક વહેતા પાણી જોવા મળ્યા હતા. ગીરનાર અને આસપાસના વિસ્તારમાં સીઝનના પ્રથમ વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...