તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનો વિરામ, શહેરમાં ઝાપટા પડ્યા

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની હાજરી

જૂનાગઢ શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની સતત પધરામણી થઇ રહી છે. વરસાદી માહોલ વચ્ચે હળવા ઝાપટા પડતા હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જોકે, હજુ મેઘરાજા મનમૂકીને વરસી પડતા નથી. ત્યારે નદી તળાવ, ડેમો છલકાવી દે તેવા વરસાદની શહેરીજનો રાહ જોઇ રહ્યા છે અને આવો વરસાદ પડે તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.

દરમિયાન મંગળ અને બુધ એમ છેલ્લા 2 દિવસમાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જ્યારે ગુરૂવારે દિવસભર વાદળછાયું વાતાાવરણ રહેવા પામ્યું હતું. જ્યારે સાંજના સમયે શહેરમાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી હતી. શહેરના અનેક ભાગોમાં અડધો કલાક સુધી હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. પરિણામે માર્ગો ભીના થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...