તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:સોરઠનાં ગામડામાં મેઘરાજા મહેરબાન, પ્રાચી નજીક રંગપુર ગામમાં ભારે વરસાદથી વોંકળામાં પુર

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રાચી નજીક રંગપુર ગામે ભારે વરસાદથી વોંકળા પુર ની સ્થિતિ સર્જાઈ હતી, વોંકળા માં પાણી આવતા વાડી વિસ્તારથી ગામમાં આવતો રસ્તો  બે કલાક  બંધ રહ્યો હતો. - Divya Bhaskar
પ્રાચી નજીક રંગપુર ગામે ભારે વરસાદથી વોંકળા પુર ની સ્થિતિ સર્જાઈ હતી, વોંકળા માં પાણી આવતા વાડી વિસ્તારથી ગામમાં આવતો રસ્તો બે કલાક બંધ રહ્યો હતો.
  • મેંદરડા, તાલાલા, ઊના, સુત્રાપાડા, કેશોદ, વેરાવળ, જૂનાગઢ, માંગરોળ, માણાવદર તાલુકાનાં ગામોમાં અડધાથી લઇ 4 ઇંચ વરસાદ ખાબક્યો

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 18 જૂનનાં વાવણી લાયક વરસાદ થયો હતો. મોટાભાગનાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કરી દીધું હતું. બાદ 19 દિવસ કરતા વધુ સમય સુધી વરસાદ ન થતા ખેડૂતો ચિંતીત બન્યા હતાં. બે દિવસથી વરસાદી માહોલ બન્યો છે. શનિવારે અને રવિવારે કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો. તાલાલા, ઊના, સુત્રાપાડા, કેશોદ, વેરાવળ, જૂનાગઢ, માંગરોળ, માણાવદર, મેંદરડા,કોડીનાર સહિતનાં તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં અડધા થી લઇ અઢી ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સોરઠનાં ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે મેઘરાજા મહેરબાદ રહ્યાં હતાં. મગફળીનાં પાકને નવું જીવત દાન મળ્યું છે.

મેંદરડા વરસાદના વિરામ બાદ રવિવારે સાંજે 7 વાગ્યેની આસપાસ વરસાદ શરૂ થયો હતો. ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. મેંદરડા પથક માં15 દિવસ પહેલા વાવણી લાયક વરસાદ થયો હતો, ત્યાર બાદવરસાદ ખેંચાતા ખેડૂતોને ચિંતા થઇ રહી હતી. ત્યાં વરસાદનાં વિરામ બાદ રવિવારે ફરી મેઘ સવારી આવી પહોંચી હતી. મેંદરડામાં સાંજનાં સમયે આવેલા વરસાદનાં પગલે માર્ગો પર પાણી દોડી ગયા હતાં.મેંદરડા અને આસપાસનાં વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ થઇ ગયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનાં પગલે ખેતરોમાં પાણી નીકળી ગયા હતા.

ગડુમાં ધીમીધારે બે દિવસમાં દોઢ ઈંચ
ગડુ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, ત્યારે ગઈકાલથી વરસાદી વાતાવરણ બંધાતા ખેડૂતોને સારા વરસાદની આશા જાગી છે. જૂન મહિનામાં અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો હતો. ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતીત બન્યા હતાં. જ્યારે શનિવારથી વરસાદી માહોલ બન્યો છે. ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે. ત્યારે ખેડૂતોમાં સારા વરસાદની આશા જાગી છે.ગડુ પંથકમાં છેલ્લા બે દિવસરમાં ધીમીધારે વરસાદ થઇ રહ્યો છે. બે દિવસમાં દોઢ ઇંચ જેટલો વરસાદ થતા મગફળીનાં પાકને જીવતદાન મળ્યું છે. જોકે હજુ ખેડૂતો સારા વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

ઊનાનાં સીમાસી, રેવદ, મોટાડેસર ગામમાં દોઢ ઇંચ વરસાદ
ઊના, ગીરગઢડા પંથકમાં શનિવારે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે રવિવારે બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો ધેરાવા લાગ્યા હતા. તાલુકાનાગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાંપટા વરસ્યા હતા. તાલુકાના સીમાસી, રેવદ, મોટાડેસર ગામમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે આજુબાજુના ગામો જેવા કે માઢગામ, લેરકા, સોખડા ગામમાં અડધો વરસાદ થયો હતો. આ ઉપરાંત ઊના, દેલવાડા, ખાપટ, વડવીયાળા, સહીતના ગામોમાં વરસાદી ઝાંપટા પડ્યાં હતાં. જોકે અસહ્ય ગરમીના બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

તાલાલા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ
તાલાલા તાલુકાનાં ગીર જંગલ સમીપનાં પૂર્વ તરફનાં ભાગમાં રવિવારે બપોરે ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્યો હતો. એક કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ થતા મેમતી નદીમાં પુર આવ્યું હતું. શહેરની 15 કિમીની ત્રિજ્યાનાં ગામોમાં અડધો ઇંચ વરસાદ થયો હતો.તાલાલા તાલુકાનાં રાયડી, પીખોર, જાવંત્રી, સેમળિયા, વડાળા, વિઠ્ઠલપુર, ગુંદરણ, ઉમરેઠી સહિતનાં ગામડાઓમાં રવિવારે મેઘ સવારી આવી પહોંચી હતી. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તાલાલા અને સાસણમાં મેઘ ગર્જના થઇ હતી. પરંતુ વરસાદ થયો ન હતો.ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...