તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનેરી સિદ્ધિ:35 મિનીટ સુધી મત્સ્યેન્દ્રાસન કરી એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એશિયાના 48 દેશોના લોકો યોગમાં ભાગ લેતા હોય છે
  • જૂનાગઢની 20 વર્ષિય યુવતિની યોગમાં અનેરી સિદ્ધિ

જૂનાગઢની 20 વર્ષિય યુવતિએ યોગમાં 35 મિનીટ સુધી પોઝ આપી એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢની ઉર્જા કિશોરભાઇ સોલંકીએ યોગમાં રેકોર્ડ બનાવ્યો છે. તેમણે યોગમાં મત્સ્યેન્દ્રાસન આસન કર્યું હતું. આ આસનની મુદ્દામાં તેઓએ 35 મિનીટ, 35 સેકન્ડ અને 41 મિલી સેકન્ડ સુધી રહી પોઝ આપ્યો હતો.

ત્યારે એશીયાના 48 દેશોમાંથી સૌથી વધુ લાંબા સમય સુધી મત્સ્યેન્દ્રાસનનો પોઝ આપી ઉર્જા સોલંકીએ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ ઉર્જા સોલંકીને એશીયા બુક ઓફ રેકોર્ડનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. આમ, ઉર્જા સોલંકીએ 48 દેશોમાં ભારત દેશનું, ગુજરાત રાજ્યનું અને જૂનાગઢ શહેરનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...