જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડ(સિટી વોક)નું આયોજન કરાયું હતું જેમાં 1,000થી વધુ લોકો જોડાયા હતા. આ અંગે રમત ગમત અધિકારી હાજાભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જી -20 સમિટનું યજમાન ભારત દેશ બન્યું છે. ગુજરાત રાજ્યના આંગણે જી-20 સમિટની મહત્વની 16 ઇવેન્ટ આ વર્ષમાં થવાની છે. ત્યારે મહાનગરપાલિકામાં વસવાટ કરતા નગરજનો તેમાં પ્રત્યક્ષ- પરોક્ષ રીતે જોડાય અને વધુ જનભાગીદારી કેળવાય તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સીટી વોક(મેરેથોન દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું.
મેરેથોન દોડને મેયર ગિતાબેન પરમાર તેમજ અન્ય અધિકારી, પદાધિકારીઓએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોન દોડ સવારના 9 વાગ્યે શહિદ સ્મારકથી શરૂ થઇ એમજી રોડ, કાળવા ચોક થઇ બહાઉદ્દીન કોલેજ ખાતે સંપન્ન થઇ હતી. મેરેથોન દોડમાં શાળા, કોલેજના છાત્રો તેમજ નગરજનો મળી 1000થી વધુ લોકો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.